Get The App

એમ.એસ.યુનિ.માંથી પસાર થતી ભૂખી કાંસમાં ૧૨ ફૂટનો મગર દેખાયો

સાંજના સમયમાં વિદ્યાર્થીઓએ સી.વી.રમન બિલ્ડીંગ તરફ જતા બ્રિજ પરથી નીકળતા સાવચેતી રાખવી

Updated: Feb 13th, 2020

GS TEAM

Google News
Google News
એમ.એસ.યુનિ.માંથી પસાર થતી ભૂખી કાંસમાં ૧૨ ફૂટનો મગર દેખાયો 1 - image

વડોદરા, તા.13 ફેબ્રુઆરી 2020, ગુરુવાર

એમ.એસ.યુનિ.માં ડી.એન.હોલ અને સાયન્સ ફેકલ્ટીના સી.વી.રમન બિલ્ડીંગની વચ્ચેથી પસાર થતી ભૂંખી કાંસમાં બપોરે ૧૨.૩૦ વાગ્યાની આસપાસ ૧૨ ફૂટનો મગર જોવા મળ્યો હતો. પર્યાવરણપ્રેમીઓ દ્વારા અનેકવાર જાગૃતિ ફેલાવવા છતાં અહીં વિદ્યાર્થીઓ મગરને અટકચાળો કરતા જોવા મળ્યા હતા.

હાલમાં વિશ્વામિત્રી નદીમાં થયેલી મગરોની વસ્તી ગણતરી દરમિયાન વિશ્વામિત્રીમાં ૫૦૦ મગરો વસવાટ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે એમ.એસ.યુનિ.ની ભૂંખી કાંસમાં મગર જોવા મળતા કેમેસ્ટ્રી વિભાગના પ્રો.અજમેરીએ કહ્યું કે, યુનિવર્સિટીમાં વિવિધ ડે ચાલી રહ્યા છે જેને કારણે છ વાગ્યા પછી પણ વિદ્યાર્થીઓ ભૂંખી કાંસની આસપાસ જોવા મળે છે ત્યારે મગરથી બચવા વિદ્યાર્થીઓએ અહીં એકલા ન ફરવા જોઈએ.

ભાયલી તળાવમાંથી મગર રેસક્યુ કરાયો

બીજી તરફ વનવિભાગ દ્વારા ભાયલી ગામ તળાવમાંથી બપોરે અઢી વાગ્યે ત્રણ ફૂટ લાંબો મગર રેસક્યુ કરાયો હતો. આ વિશે અધિકારીએ કહ્યું કે, ગામના એક રહેવાસીએ માછલી પકડવાની ઝાળ તળાવમાં બિછાવી હતી અને માછલીના સ્થાને મગર તેમાં આવી જતા વનવિભાગને બોલાવ્યા હતા. હાલ આ મગરને રેસક્યુ સેન્ટરમાં રખાયો છે.

Tags :