app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

વડોદરામાં સોમા તળાવ અને વાઘોડિયા રોડ પર જુગાર રમતા 11 જુગારીઓ ઝડપાયા

Updated: Sep 1st, 2023


- મોબાઇલ અને રોકડા મળી 80 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે

વડોદરા,તા.01 સપ્ટેમ્બર 2023,શુક્રવાર

સોમા તળાવ અને વાઘોડિયા રોડ પર જુગાર રમતા 11 જુગારીઓને પોલીસે 80 હજાર ઉપરાંતની મતા સાથે ઝડપી પાડયા છે. વાડી પોલીસને માહિતી મળી હતી કે, સોમા તળાવ ગેસ ગોડાઉનની પાછળ બંધ મકાનમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે.

જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ પાડી સાત જુગારીઓને 74,800 રૂપિયાની મતા સાથે ઝડપી પાડયા છે. જેમાં (1) મોનુ લાલજીભાઇ રાજભર (2) નિલેષ હસમુખભાઇ પાટણવાડિયા (3) બાદલ અમૃતલાલ ગુપ્તા (તમામ રહે. ગેસ ગોડાઉનની પાછળ, સોમા તળાવ) (4) ગોવિંદ ફુલસીંગભાઇ વણજારા (રહે. લીમળી ફળિયું, સોમા તળાવ) (5) જયેશ શ્યામદુલારે રાજભર (6) પિન્કુ લાલચંદ રાજભર અને (7) વિજય લાલાભાઇ વણજારા (તમામ રહે. ગેસ ગોડાઉનની પાછળ, સોમા તળાવ) નો સમાવેશ થાય છે.

જ્યારે અન્ય એક બનાવમાં વાઘોડિયા રોડ હરિયાળી હોટલની પાછળ વુડાના મકાન પાછળ ખુલ્લામાં જુગાર રમતા (1) રાવજી શંકરભાઇ વસાવા (2) અશોક રાવજીભાઇ વસાવા (બંને રહે. વુડાના મકાનમાં, વાઘોડિયા રોડ) (3) મહેશ નારસીંગભાઇ વસાવા તથા (4) રવિ બાબુભાઇ શર્મા (બંને રહે. ધનલક્ષ્મી સોસાયટી, બાપોદ જકાતનાકા  પાસે) ને પાણીગેટ પોલીસે ઝડપી પાડી 6,360 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

Gujarat