ગુજરાતમાં કોરોનાના વધુ 1052 કેસ : 1015 દર્દીઓ ડિસ્ચાર્જ
- 13146 એક્ટિવ કેસ, 81 દર્દી વેન્ટિલેટરમાં : 22ના મૃત્યુ
- સુરતમાં સૌથી વધુ 258 સાથે કુલ કેસનો આંક હવે 12 હજારની નજીક : વડોદરામાં 96, રાજકોટમાં 74 નવા કેસ
અમદાવાદ, તા. 27 જુલાઇ, 2020, સોમવાર
ગુજરાતમાં કોરોના વાયરસના 1 હજારથી વધુ દૈનિક કેસ નોંધાવવાનો ક્રમ સતત સાતમા દિવસે યથાવત્ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 1052 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 56874 થયો છે.
રાહતની વાત એ છે કે છેલ્લા ચાર દિવસથી કોરોનાના કેસ સતત નવા વિક્રમી સપાટી વટાવી રહ્યા હતા તેમાં બ્રેક લાગી છે. ગુજરાતમાં હાલ 13146 એક્ટિવ કેસ છે અને 81 દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા 24 કલાકમાં વધુ 22 સાથે કોરોનાથી કુલ મરણાંક હવે 2348 થયો છે.
છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 204-ગ્રામ્યમાં 54 એમ કુલ 258 નવા કેસ નોંધાયા હતા. સુરતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 11930 છે. આ પૈકી 7101 કેસ માત્ર જુલાઇના 27 દિવસમાં નોંધાયા છે. અમદાવાદ શહેરમાં 144-ગ્રામ્યમાં 40 એમ કુલ 180 નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ અમદાવાદમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 25876 થયો છે.
આમ, કુલ કેસનો આંક સુરતમાં 12 હજાર જ્યારે અમદાવાદમાં 26 હજારની નજીક છે. અમદાવાદમાં જુલાઇના 27 દિવસમાં કુલ 4963 કેસ નોંધાયા છે. ગુજરાતના અન્ય જિલ્લાઓ કે જ્યાં વધુ કેસ નોંધાયા તેમાં 96 સાથે વડોદરા, 74 સાથે રાજકોટ, 34 સાથે ગાંધીનગર, 33 સાથે ભાવનગર, 30 સાથે સુરેન્દ્રનગર, 27 સાથે દાહોદ-પાટણ,22 સાથે અમરેલી, 19 સાથે બનાસકાંઠાનો સમાવેશ થાય છે.
છેલ્લા 24 કલાકમાં સુરતમાંથી સૌથી વધુ 9, અમદાવાદમાંથી 4, વડોદરામાંથી 3, પાટણમાંથી 2 જ્યારે જુનાગઢ-મહેસાણા-પંચમહાલમાંથી 1-1 વ્યક્તિના મૃત્યુ થયા હતા. કોરોનાથી કુલ મરણાંક હવે અમદાવાદમાં 1579, સુરતમાં 367, વડોદરામાં 72, પાટણમાં, 26, જુનાગઢમાં 11, મહેસાણા-પંચમહાલમાં 17 છે.
ગુજરાતમાંથી છેલ્લા 24 કલાકમાં વધુ રાજ્યના 1045-અન્ય રાજ્યના 7 એમ કુલ 1052 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા હતા. જેમાં અમદાવાદમાંથી સૌથી વધુ 463, સુરતમાંથી 184, વડોદરામાંથી 43, રાજકોટમાંથી 21 દર્દીઓ છેલ્લા 24 કલાકમાં સાજા થયા છે. ગુજરાતમાંથી અત્યારસુધી કુલ 41380 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યા છે.
સોમવારે મોડી સાંજ સુધીમાં કોરોનાના સૌથી વધુ કેસ ધરાવતા રાજ્યોમાં ગુજરાત આઠમાં સૃથાને છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 3.83 લાખ, તમિલનાડુમાં 2.20 લાખ જ્યારે દિલ્હીમાં 1.31 લાખ નવા કેસ નોંધાયેલા છે.
24 કલાકમાં જ વધુ 1.08 લાખ વ્યક્તિ ક્વોરેન્ટાઇન
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં હાલ 4,73,299 વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે. આ પૈકી 4.71 લાખ વ્યક્તિ ક્વોરેન્ટાઇન છે. રવિવાર સુધી ગુજરાતમાં ક્વોરેન્ટાઇન વ્યક્તિઓની સંખ્યા 3,64,518 હતી. આમ, 24 કલાકમાં ક્વોરેન્ટાઇન વ્યક્તિઓની સંખ્યામાં 1,08,781નો વધારો નોંધાયો છે.
24 કલાકમાં રેકોર્ડ 25474 ટેસ્ટ
ગુજરાતમાં આખરે કોરોનાના ટેસ્ટની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 25474 કોરોના ટેસ્ટ કરાવામાં આવ્યા હતા. આ સાથે જ ગુજરાતમાં હવે કુલ 6,67,844 ટેસ્ટ થઇ ચૂક્યા છે. જુલાઇના 27 દિવસમાં કુલ 2,94,231 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
સૌથી વધુ કેસ ધરાવતા રાજ્યોમાં છેલ્લા 24 કલાકમાં કરાયેલા ટેસ્ટ
રાજ્ય |
ટેસ્ટ |
મહારાષ્ટ્ર |
38077 |
તમિલનાડુ |
63250 |
દિલ્હી |
11506 |
આંધ્ર પ્રદેશ |
43127 |
કર્ણાટક |
28224 |
ઉત્તર પ્રદેશ |
1,06,962 |
પશ્ચિમ બંગાળ |
17005 |
ગુજરાત |
25474 |
તેલંગાણા |
9817 |