Get The App

વડોદરા કોર્પોરેશન દ્વારા વિવિધ આવાસ યોજના હેઠળ 10068 મકાનોની કામગીરી હાલ ચાલુ

Updated: Oct 20th, 2023

GS TEAM


Google News
Google News
વડોદરા કોર્પોરેશન દ્વારા વિવિધ આવાસ યોજના હેઠળ 10068 મકાનોની કામગીરી હાલ ચાલુ 1 - image


- મકાનોનું કામ પૂર્ણ થતા ડ્રો દ્વારા ફાળવણી કરાશે

વડોદરા,તા.20 ઓક્ટોબર 2023,શુક્રવાર

કેન્દ્ર સ૨કા૨ અને રાજ્ય સ૨કા૨ની આવાસ યોજનાઓમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરી ગરીબો અને ઘર-વિહોણાં માટે જુદીજુદી કેટેગરીમાં  બી.એસ.યુ.પી., મુખ્યમંત્રી ગૃહ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના એફોર્ડેબલ હાઉસીંગ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ હરણી ખાતે તૈયા૨ થયેલ 57 આવાસોનો ફાળવણી ડ્રો તાજેતરમાં કરવામાં આવ્યો હતો. વડોદરા શહેરની ઝુપડપટ્ટી મુક્ત શહેર બનાવવા તેમજ લોકોને પોતાનું ઘર મળી રહે તે માટે આવાસ યોજના હેઠળ વિવિધ પ્રોજેક્ટના કામ ચાલી રહ્યા છે. જેમાં અત્યાર સુધીમાં કોર્પોરેશન દ્વારા શહેરના નાગરિકો માટે લગભગ 31103 જેટલા આવાસો પુર્ણ કરી દેવામાં આવ્યા છે. વિવિધ આવાસ યોજનાઓ હેઠળ લગભગ 10068 જેટલા આવાસોનું કામ હાલમાં ચાલુ છે, આવનારા દિવસોમાંએ કામગીરી પૂર્ણ થઇ જશે અને આ મકાનો પણ ટૂંકા ગાળામાં ડ્રો દ્વારા ફાળવણી ક૨વાનું આયોજન કોર્પોરેશન દ્વારા ક૨વામાં આવશે.

Tags :