Get The App

ત્રણ કિલો ચરસ સાથે ઝડપાયેલા આરોપીને દસ વર્ષની કેદ

દિલ્હીથી અમદાવાદ જથ્થો લવાયો હતો

નાર્કોટિક્સનો વેપાર અટકાવવા દરેક નાગરિકે તમામ પ્રયત્નો કરવા જોઇએ : કોર્ટ

Updated: Nov 16th, 2021

GS TEAM


Google News
Google News

અમદાવાદ, મંગળવાર

વર્ષ ૨૦૧૬માં ત્રણ કિલો ચરસ સાથે ઝડપાયેલા આરોપીને સિટી સેશન્સ કોર્ટે દસ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. ચુકાદો આપતા એડિશનલ સેશન્સ જજ વિનોદ વી. પરમારે નોંધ્યું હતું કે વર્તમાન સમયમાં  નાર્કોટિક્સનો વેપાર વધી રહ્યો છે. તેથી આ વેપાર અટકાવવા દરેક નાગરિકે શક્ય તેટલાં પ્રયત્નો કરવા જોઇએ.


આ કેસની વિગત એવી છે કે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોને દિલ્હીથી અમદાવાદ વચ્ચેના ચરસ ઘૂસણખોરીની બાતમી મળથા કાલુપુર રેલવે સ્ટેશન પર વૉચ ગોઠવવામાં ાવી હતી. જેમાં પોલીસે ગોમતીપુરમાં રહેતા સૈયદ અલીમુદ્દીન ઉર્ફે અલી બાપુને આંતરી તેની પૂછપરછ કરતા તેની પાસેથી ચરસનો ત્રણ કિલો જથ્થો ઝડપાયો હતો. જેથી કેસને એન.ડી.પી.એસ. કોર્ટમાં કમિટ કરવામં આવ્યો હતો. તમામ પક્ષોને સાંભળી કોર્ટે નોંધ્યું છે કે આરોપી સામે ગુનો પ્રસ્થાપિત થાય તેટલાં પુરાવાઓ છે. આજના સમયમાં નાર્કોટિક્સ પદાર્થોનો વેપાર વધી રહ્યો છે અને યુવાધન તેના રવાડે ચડી રહ્યું છે. તેથી આરોપીને સજા કરવી જરૃરી છે. 

Tags :