ખેડા જિલ્લાના 10 વિસ્તારોને કન્ટેઇન્મેન્ટ એરિયામાંથી મુક્તિ મળી
- જિલ્લા કલેક્ટરનું વધુ એક જાહેરનામું
નડિયાદ, તા.29 મે 2020, શુક્રવાર
ખેડા જિલ્લા કલેકટરે વધુ એક જાહેરનામુ બહાર પાડયુ છે.જેમાં જિલ્લાના કુલ-૧૦ વિવિધ વિસ્તારોને કન્ટેઇમેન્ટ એરીયામાંથી મૂક્તિ આપવામાં આવી છે. સમગ્ર દેશમાં તેમજ ગુજરાત રાજયમાં નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ ફેલાયેલ છે.જેને ડબલ્યુ.એચ.ઓ દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે,જે બાબતે ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા વખતોવખત નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
મહેમદાવાદના સુંઢાવણસોલ, દાજીપુરા, માતર, ત્રાજ, નડિયાદના કેટલાક વિસ્તારોને મુક્તિ આપવાનો નિર્ણય
ખેડા જિલ્લામાં સંક્રમિત કન્ટેઇમેન્ટ એરીયા જાહેર કરવામાં આવેલ છે.પરંતુ છેલ્લા ૧૪ દિવસ દરમ્યાન સદર વિસ્તારોમાં અન્ય નવા કોરોના સંક્રમિત કેસો જોવા મળેલ નથી.
જેથી મહેમદાવાદ તાલુકાના સુંઢાવણસોલ ગામ ખાતે બોરીયા સીમ વિસ્તાર, નડિયાદ તાલુકાના રામપુરા ગામના સટોડીનાકુ, વિસ્તાર બાવાની કુઇ,ટેમ્પીવાળુ ફળીયુ,ઘંટીવાળુ ફળીયુ, બળીયુ, અલુભગત, સુર્યનગર, સાટોડીનાકાથી રામપુરા ડેરી, સાટોડીનાકાથી નાના રામપુરા વિસ્તાર,મહેમદાવાદ તાલુકાના દાજીપુરા કેનાલ નજીકનો વિસ્તાર,માતર તાલુકાના ત્રાજનો આશીર્વાદ ફાર્મ વિસ્તાર,મહુધા શહેરમાં આવેલ રબારીવાડ વિસ્તાર,રબારીવાસ,પીઠા પાસેના ઘરો,ઉંદરીયા ભાગોળ,નવાપુરા મકાન પોળ,મામલતદાર કચેરીથી ગાયત્રી મંદિર વિસ્તાર, વણઝારાવાસ, રેલ્વે સ્ટેશન, ભરવાડવાસ, ઘરી પાસેના ઘરો વિસ્તાર, મહેમદાવાદ શહેરના આશીયાના પાર્ક (વ્હોરા સોસાયટી)વિસ્તાર.
નડિયાદ શહેરના ચકલાસી ભાગોળ વિસ્તાર,સી.જે.કંપની સામેના સ્લમ વિસ્તાર, સી. જે. કંપની લાઇન સ્લમ વિસ્તાર, ભોઇ વાસ, ઠાકોર વાસ, દેસાઇ સંસ્કાર વાડીથી ખોડિયાર મંદિર સુધીનો રસ્તો, ખોડીયાર મંદિરથી સલુણ બજાર સુધીના રસ્તા વિસ્તાર.નડિયાદ શહેરના હરીદાસ ક્વાર્ટર વિસ્તાર હરીદાસ ક્વાર્ટર, દાસ બગીની ચાલી, પૌઆ ફેકટરી, મોઢ ફળીયુ, પોસ્ટ ઓફીસ ઘર, સ્વામી નારાયણમંદિર નજીકનુ દવે ફળીયુ તથા કોમ્પલેક્ષ વિસ્તાર, કપડવંજ શહેરમાં આવેલ મક્કી મહોલ્લા રોડ વિસ્તાર મક્કી મહોલ્લા રોડ, ફકીરવાડો, ઘાંચીવાડો તથા ગલી મુખીની ચાલી વિસ્તાર, માતર તાલુકાના દેથલી ગામ ગાંધીપુરા વિસ્તારોને કન્ટેઇમેન્ટ એરીયામાંથી મૂક્તિ આપવામાં આવી છે.
આ તમામ વિસ્તારોમાં સરકારની સૂચના તથા જાહેરનામાની વિગતો મૂક્તિ આપેલ પ્રવૃતિઓ ચાલુ રાખી શકાશે. તેમજ અવર-જવર કરી શકશે. સદર વિસ્તારોમાં સરકારની કોવિડ-૧૯ અંગેની માર્ગદર્શિકા અને સૂચનાઓનુ ચૂસ્તપણે પાલન કરવાનુ રહેશે.