ઠાસરાના આગરવા તાબાના મરેઠીમાં વીજપોલ તૂટી પડતાં 1 નું મોત
નડિયાદ, તા.13 જૂન 2020, શનિવાર
ઠાસરા તાલુકાના આગરવા તાબે આવેલ મરેઠી ગામમાં વીજ પોલ ધરાશાયી થયો હતો. આ ઘટનામાં જીવંત વાયર તુટી પડતા એક વ્યક્તિનું મોત નિપજ્યુંહતું. આ બનાવ અંગે નજીકના પોલીસ સ્ટેશને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઠાસરા તાલુકાના આગરવા તાબે મરેઠી પેટા ગામમાં વીજપોલ તુટી પડવાની ઘટના પ્રકાશમાં આવી છે. મરેઠી ગામમાં રહેતા જેસંગભાઈ કોહ્યાભાઈ સોલંકીના ઘર પાસે એક વિજ થાંભલો અચાનક તુટી પડયો હતો. આ થાંભલાનો જીવંત વાયર તેમના ઘર ઉપર પડતાં જેસંગભાઈ ગંભીર રીતે ઘવાયા હતા. જેથી તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે નજીકના પોલીસ સ્ટેશને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.