એક વ્યક્તિને એક સાથે ડેન્ગ્યૂ અને ચિકનગુનિયા બંને બીમારીઓ થઈ શકે છે? જાણો જવાબ
Image:freepik
નવી દિલ્હી,તા. સપ્ટેમ્બર 2023, શનિવાર
ડેન્ગ્યુ એ સામાન્ય ચેપી રોગ છે જે વાયરસને કારણે થાય છે. મચ્છરોના કારણે આ બીમારી ફેલાય છે. આ મચ્છરને Aedes Mosquito, Aedes Aegypti કહેવામાં આવે છે. જ્યારે ચિકનગુનિયા ઝિયસ મચ્છરના કરડવાથી ફેલાય છે. ચિકનગુનિયા તાવ પણ વાયરસ દ્વારા ફેલાય છે. બંને રોગો એક જ સમયે થવાની શક્યતા ઓછી હોય છે પરંતુ એકસાથે થઈ શકે છે. બંને મચ્છર એક જ વિસ્તારમાં જોવા મળે છે.
ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેટલાક લક્ષણો સમાન છે, તાવ, માથાનો દુખાવો અને સ્નાયુઓમાં દુખાવો. આ બે રોગોમાં પણ અલગ અલગ લક્ષણો છે. આવી સ્થિતિમાં, જ્યારે આ લક્ષણો એકસાથે થાય છે, ત્યારે તેને ઓળખવું અને સારવાર કરવી પડકારરૂપ બની જાય છે.
બંને રોગો રક્ત પ્લેટલેટ્સ અને રક્તસ્રાવને અસર કરે છે. જ્યારે આ બંને રોગ એકસાથે થાય છે ત્યારે આ જોખમ વધુ વધે છે. એક રોગને કારણે બીજા રોગ સામે શરીરની પ્રતિકાર શક્તિ નબળી પડી જાય છે.
બંને બીમારી એકસાથે થાય તો શું કરવુ?
- તરત જ ડૉક્ટરની સલાહ લો અને બંને રોગોના લક્ષણો વિશે ડૉક્ટરને સમજાવો.
- ડૉક્ટર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું બરાબર પાલન કરો. બંને રોગો માટે અલગ-અલગ દવાઓ લેવી પડી શકે છે.
- પૂરતો આરામ કરો અને પ્રવાહીનું સેવન વધારવું.
- નિયમિતપણે બ્લડ ટેસ્ટ કરાવતા રહો.
- ડૉક્ટરની સલાહ પર પ્લેટલેટ્સની ગણતરી બનાવી રાખવા માટે દવાઓ લો.