Get The App

આ વ્હિસ્કીની કીમત છે 3 કરોડ, જાણો કઈ કઈ છે દુનિયાની સૌથી મોંઘી વ્હિસ્કી

Updated: Oct 11th, 2019

GS TEAM

Google News
Google News
આ વ્હિસ્કીની કીમત છે 3 કરોડ, જાણો કઈ કઈ છે દુનિયાની સૌથી મોંઘી વ્હિસ્કી 1 - image


નવી દિલ્હી, 11 ઓક્ટોબર 2019, શુક્રવાર 

વ્હિસ્કી વિશે તો સૌ કોઈ જાણે છે. મિત્રો સાથે પાર્ટી કરવામાં લોકો વ્હિસ્કીનો ઉપયોગ કરતા હોય છે. સંતુલિત માત્રામાં તેને પીવાથી લોકો રિલેક્સ થાય છે અને આનંદ અનુભવે છે. વ્હિસ્કી એક આલ્કોહોલ છે જેને ઘઉં, જવ, મક્કા કે રાઈમાં ફર્મેંટેશનની પ્રક્રિયા કરી તૈયાર કરવામાં આવે છે. કહેવાય છે કે તે જેમ જૂની હોય તેમ વધારે મજા આપે છે. જો કે વ્હિસ્કી જેમ જૂની થાય તેમ તેની કીમત પણ બમણી થાય છે. આજે તમને એવી વ્હિસ્કી વિશે જાણકારી મળશે જેનો સમાવેશ દુનિયાની સૌથી મોંઘી વ્હિસ્કીઓમાં થાય છે અને તેનો ઉપયોગ શાહી પાર્ટીમાં થાય છે. 

ઇસાબેલાઝ ઇસ્લે 

વિશ્વની અત્યાર સુધીની સૌથી મોંઘી વ્હિસ્કીમાં તેનો સમાવેશ થાય છે. તેની કિંમત  6.2 મિલિયન એટલે કે 4 કરોડથી વધુ છે. તેની બોટલ પણ શાનદાર છે. ઇસાબેલાઝ ઇસ્લેની બોટલ 8,500 હીરાથી શણગારેલી છે. આ બોટલમાં 300 રૂબી સફેદ ગોલ્ડ કારીગરીથી જડેલા છે.  સામાન્ય માણસ તેને પીવા વિશે વિચારી પણ શકે નહીં.

મૈકેલન 1946 

મૈકેલન 1946 પણ મોંઘી વ્હિસ્કીમાં બીજા નંબરે છે. હાલમાં આ વ્હિસ્કીની કિંમત 3 કરોડ રૂપિયા જેટલી છે. આ વ્હિસ્કીની હરાજી વર્ષ 2010 માં ચેરિટી ઇવેન્ટ દરમિયાન કરવામાં આવી હતી. આ વ્હિસ્કી જવની બનેલી છે અને બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન તેને તૈયાર કરવામાં આવી હતી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન કોલસાના ભાવ પર લાગેલા પ્રતિબંધના કારણે આ  વ્હિસ્કીને જવને હાથથી પીસી અને તૈયાર કરવામાં આવી હતી.  

105 વર્ષી જૂની મોન્સ્ટર ઓફ માલ્ટ

સ્કોટલેન્ડના ડાલ્મોર ડિસ્ટલરીમાં બનાવવામાં આવેલી માસ્ટર ઓફ માલ્ટને પણ સૌથી જૂની અને સૌથી મોંઘી વ્હિસ્કીની સૂચિમાં સમાવવામાં આવેલ છે. સ્કોટલેન્ડની આ  વ્હિસ્કીએ  પણ કેટલાક  રેકોર્ડ બનાવ્યા છે. તાજેતરમાં જ માસ્ટર ઓફ માલ્ટે દાવો કર્યો છે કે તેણે વિશ્વની સૌથી જૂની અને સૌથી કિંમતી વ્હિસ્કીની બોટલ શોધી કાઢી છે. 105 વર્ષ જુની વ્હિસ્કી 17 ફેબ્રુઆરી 1906 ના રોજ હાઇલેન્ડના ઇસ્લા ટોરટન ડિસ્ટલરીમાં બનાવવામાં આવી હતી. હાલમાં તેની કિંમત આશરે 1.4 મિલિયન ડોલર એટલે કે 92 લાખ રૂપિયાથી વધુ છે.

ગેનફિડિચ જેનેટ શીડ રોબર્ટ રિઝર્વ 1955

જેનફિડિચ જેનેટ શીડ રોબર્ટ રિઝર્વ 1955 નો સમાવેશ સૌથી મોંઘી વ્હિસ્કીની યાદીમાં કરવામાં આવ્યો છે. હાલ તેની કિંમત લગભગ 62 લાખ રૂપિયા છે. આ વ્હિસ્કી 1955 ના નવા વર્ષના ઉજવણી દરમિયાન બનાવવામાં આવી હતી. ગ્લેન્ડફિડિચ વ્હિસ્કીના સ્થાપક વિલિયમ ગ્રાન્ટની પૌત્રી જેનેટ શીડ રોબર્ટના મૃત્યુ પછી આ વ્હિસ્કીની 15 બોટલનું બેરલ તૈયાર કરવામાં આવ્યું હતું. આ પરિવાર પાસે હાલ પણ તેની ચાર બોટલો છે જ્યારે બાકીની બોટલોની હરાજી કરવામાં આવી છે. જેમાંથી સૌથી મોંઘી બોટલ એટલાન્ટામાં 94,000 ડોલરમાં વેચાયેલી છે.  તે તેના સ્વાદ માટે પ્રખ્યાત છે.  

મૈકેલન 1926

મૈકેલેન 1926  મૈકકેલનના સૌથી જૂના સંગ્રહમાંથી એક છે. હાલમાં આ વ્હિસ્કીની કિંમત ભારતીય ચલણમાં  લગભગ 50 લાખ રૂપિયા છે. આ વ્હિસ્કી વર્ષ 1926 માં તૈયાર કરવામાં આવી હતી અને 1986 માં તેને બોટલમાં ભરવામાં આવી હતી. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ વ્હિસ્કીની ફક્ત 40 બોટલો વિશ્વભરમાં હતી. વર્ષ 2005 માં દક્ષિણ કોરિયાના એક ઉદ્યોગપતિએ આ વ્હિસ્કી ખરીદી હતી જેને પીવા માટે તે પાણીનો ઉપયોગ પણ કરતાં નહીં.   

ડાલ્મોર 62 સિંગલ હાઇલેન્ડ માલ્ટ સ્કોચ મૈથેસન 

ડાલમોર 62 સિંગલ હાઈલેન્ડ માલ્ટ સ્કોટ મૈથેસન ચાર અલગ વ્હિસ્કીનું મિશ્રણ છે.તેની કિંમત આશરે 40 લાખ રૂપિયા છે. આ વ્હિસ્કી 1942 માં બનાવવામાં આવી હતી. તેમાંની સૌથી મોંઘી વ્હિસ્કીનું નામ ડાલમોર સ્ટેટના માલિક એલેક્ઝાન્ડર મેથેસનના નામ પર છે. આ વ્હિસ્કીની હરાજી 2005 માં કરવામાં આવી છે.

ગેનફીડિચ 1937 

ગેનફિડિચ 1937 ગેનફિડિચ વ્હિસ્કીની સૌથી મોંઘી વ્હિસ્કી છે. આ વ્હિસ્કીની કિંમત આશરે  14 લાખ રૂપિયા છે. તે 1937 માં સ્કોટલેન્ડમાં બનાવવામાં આવી હતી. પરંતુ 2001માં બોટલમાં ભરવામાં આવી.  આ વ્હિસ્કીની ફક્ત 61 બોટલ જ બજારમાં ઉપલબ્ધ છે. 2006 માં ન્યૂયોર્કમાં એક ચેરિટી શો દરમિયાન વ્હિસ્કીની હરાજી કરવામાં આવી હતી. એવું કહેવામાં આવે છે કે તેનો રંગ અખરોટ જેવો છે અને તેમાં લવિંગ, તજ જેવા મસાલાઓની સુગંધ પણ છે. સિંગલ માલ્ટમાં બનાવવામાં આવેલી આ વ્હિસ્કી દુનિયાભરમાં પ્રખ્યાત છે.  

62 વર્ષ જૂની ડેલ્મોર 

વિશ્વની સૌથી લક્ઝરી આલ્કોહોલ બ્રાન્ડ્સમાંની એક ડાલમોર વર્ષ 2011 માં હેડલાઇન્સ બની હતી. ડાલમોરે તેની 62 વર્ષ જૂની ડાલ્મોર બોટલને લગભગ 12 કરોડ રૂપિયામાં વેચી હતી.

ડેલ્મોર  64 ટ્રિનિટાસ 

ડેલ્મોર કંપનીની આ બીજી મોંઘી વ્હિસ્કી છે ડેલમોર  64 ટ્રિનિટાસ ડેલમોર કંપનીએ આ વ્હિસ્કીની માત્ર ત્રણ બોટલ તૈયાર કરી હતી. તેની કિંમત આશરે  1 કરોડ 56 લાખ રૂપિયા છે.

રોયલ બ્રેકલા 1924

મોંઘા સ્કોચમાં રોયલ બ્રેકાલાનો પણ સમાવેશ થાય છે. આ સ્કોચની ગુણવત્તા એવી છે કે તે ક્યારેય  બજારમાં વેચાણ માટે નહોતી આવી. આ સ્કોચની એક બેચ વર્ષ 1984 માં તૈયાર થઈ અને બીજી બેચની બોટલો 1991 માં ફક્ત તે મહેમાનો માટે જ ખોલવામાં આવી હતી જેઓ સ્કોટલેન્ડના નાઈરનમાં બ્રાકલા ડિસ્ટલરીના ઉદઘાટન સમયે હાજર હતા. સિંગલ માલ્ટમાં બનેલી આ સ્કોચ વ્હિસ્કી ફક્ત સંગ્રહિત કેટેગરીમાં જ રહી છે.

50 વર્ષ જૂની ડેલમોર ડીકૈંટર

સૌથી મોંઘી સ્કોચમાં 50 વર્ષ જૂની ડેલમોર ડીકૈંટરનો પણ શામેલ છે. આ સ્કોચની માંગ કદાચ સૌથી વધુ છે કારણ કે તે 50 વર્ષ જૂની છે. વિશ્વમાં અત્યાર સુધીમાં આ સ્કોચની માત્ર 60 બોટલ બનાવવામાં આવી છે. કદાચ આ જ કારણ છે કે તે શાહી પરિવાર અને ધનિક લોકોની સ્કોચ છે.  તેની કિંમત લગભગ 7.25 લાખ રૂપિયા છે.


Tags :