World Smile Day પર જાણો કોણે કરી હતી સ્માઇલી ઇમોજીની શોધ
Updated: Oct 7th, 2022
નવી મુંબઇ,તા. 7 ઓક્ટોબર 2022, શુક્રવાર
વિશ્વભરમાં આજે 07 ઓક્ટોબરના રોજ World Smile Dayની ઉજવણી કરવામાં આવી રહી છે. 'વર્લ્ડ સ્માઇલ ડે' દર વર્ષે ઓક્ટોબરના પહેલા શુક્રવારે ઉજવવામાં આવે છે અને આ વર્ષે આ ખાસ દિવસ 7 ઓક્ટોબરે આવે છે. વોટ્સએપથી લઈને ઈન્સ્ટાગ્રામ બધી જ સોશિયલ મીડિયા પર તમે ઇમોજી તો ઘણા મોકલતા હશો, પણ શું તમને ખબર છે કે આ ઇમોજી બનાવનાર કોણ હતા? આ ઇમોજીમાં હાસ્ય, ઉત્સાહ, પ્રેમ, ગુસ્સો બધા જ એક્સપ્રેશન દર્શાવવામાં આવ્યા છે.
કોણ હતા એ વ્યક્તિ જેના કારણે ઉજવાય છે આજનો દિવસ ?
World Smile Day 1999થી સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. મેસેચ્યુસેટ્સ, યુએસએમાં આવેલી વર્સેસ્ટર હિસ્ટોરિકલ સોસાયટી વર્ષ 2000થી બોલને ફેંકીને આ દિવસની ઉજવણી કરે છે. આ બોલ હસતો ચહેરો છે. 'વર્લ્ડ સ્માઈલ ડે' અને સ્માઈલી ફેસનો ખાસ સંબંધ છે. હસતો ચહેરો શોધનાર કલાકારને કારણે જ આજે વિશ્વભરમાં 'વર્લ્ડ સ્માઈલ ડે' ઉજવવામાં આવે છે.
કોણ હતા હાર્વે બોલ?
- હાર્વે બોલનું પૂરું નામ હાર્વે રોસ બોલ
- તેમનો જન્મ 10 જુલાઈ 1921ના રોજ થયો હતો
- તે અમેરિકન કલાકાર હતા
- વિશ્વભરના લોકો હાર્વે બોલને સ્માઇલી ફેસ અને ગ્રાફિક ડિઝાઇનર તરીકે ઓળખતા
- હાર્વે બોલના પિતાનું નામ અર્નેસ્ટ જી. બોલ અને માતાનું નામ કિટ્ટી રૉલ બોલ
- તેમણે વોર્સેસ્ટર આર્ટ મ્યુઝિયમ સ્કૂલમાંથી કલા ક્ષેત્રમાં ડિગ્રી મેળવી હતી
- 1963માં સ્માઈલી ફેસની શોધ કરી
- અગાઉ તેનો ઉપયોગ બિઝનેસ પ્રમોશન માટે થતો હતો
હાર્વે બોલનું 12 એપ્રિલ 2001ના રોજ 79 વર્ષની વયે અવસાન થયું. હાર્વે બોલના મૃત્યુ પછી વર્લ્ડ સ્માઈલ ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી હતી. વર્લ્ડ સ્માઈલ ફાઉન્ડેશન બાળકોને મદદ કરે છે. આ વર્ષે ફાઉન્ડેશન વર્લ્ડ સ્માઈલ ડે પર ઘણા કાર્યક્રમોનું પણ આયોજન કરે છે.