આ બોલિવૂડ અભિનેત્રીઓ પાસેથી શીખો સાડી પહેરવાની વિવિધ સ્ટાઈલ
અમદાવાદ, 22 ડિસેમ્બર 2018, શનિવાર
ભારતીય સ્ત્રીઓ માટે સાડી અત્યંત ખાસ હોય છે. દરેક ઘરમાં સાડી સરળતાથી મળી જતો પોષાક છે. મહિલાઓ વ્રત તહેવાર કે કોઈ ખાસ અવસર પર સાડી પહેરવાનું પસંદ કરે છે. સાડીમાં કોઈપણ સ્ત્રીની સુંદરતાને ચારચાંદ લાગી જાય છે. સાડી પારંપારિક પોષાક હોવા છતાં તેને વિવિધ સ્ટાઈલથી પહેરી શકાય છે. સાડી પહેરવામાં સૌથી વધારે પ્રયોગો બોલિવૂડ અભિનેત્રીઓ કરે છે. તમે પણ ઈચ્છો તો ફંકશનમાં આ રીતે સાડી પહેરી શકો છો.
ઓફ શોલ્ડર બ્લાઉઝ સાથે સાડી
ઓફ શોલ્ડર ટોપ તો તમે ઘણીવાર પહેર્યા હશે પરંતુ ઓફ શોલ્ડર બ્લાઉઝ સાથે ક્યારેય સાડી ટ્રાય કરી નહીં હોય. આ કોમ્બિનેશન સાથે એકવાર ચોક્કસથી સાડી પહેરજો. આ રીતે પહેરેલી સાડી તમને ડિફરન્ટ લુક આપશે.
પેન્ટ સ્ટાઈલ સાડી
સાડીને વેસ્ટર્ન અને બોલ્ડ લુક આપવા માટે સોનાક્ષી સિંહાની જેમ તેને પહેરી શકો છો. સોનાક્ષી સિંહાએ જે રીતે સાડી પહેરી છે તે તમને ભીડમાં પણ આકર્ષણનું કેન્દ્ર બનાવશે. સાડીને સરળ રીતે તો અનેકવાર પહેરી હશે એકવાર આ રીતે પણ ટ્રાય કરી જુઓ.
ફ્યુઝન સાડી
શિલ્પા શેટ્ટી સૌથી વધારે સાડી સાથે એક્સપેરીમેન્ટ કરે છે. શિલ્પા શેટ્ટીએ પોતાના ઘરે દિવાલી પાર્ટીમાં પહેરેલી સાડી સૌથી ખાસ અને અલગ રહી હતી. શિલ્પાનો આ સાડીમાં લુક લોકોને ખૂબ પસંદ પડ્યો હતો. શિલ્પાએ ટ્રાંસપરન્ટ સાડી હોલ્ટર નેક બ્લાઉઝ અને મિની સ્કર્ટ સાથે પહેરી હતી.
સાડીનો મોડર્ન લુક
શિલ્પા સહિત અનેક અભિનેત્રીઓ આજકાલ સાડીને મોર્ડન ટચ સાથે પહેરવાનું પસંદ કરે છે. જેમકે હાઈનેક બ્લાઉઝ સાથે, બેલૂન સ્લીવ્સ સાથે. આ ઉપરાંત પોલ્કા ડોટ સાડીને સ્ટાઈલિશ રીતે પહેરવાનો ટ્રેંડ પણ આજકાલ પ્રચલિત છે.