નવી દિલ્હી, તા. 23 માર્ચ 2021, મંગળવાર
દર વર્ષે 23 માર્ચે વિશ્વભરમાં વિશ્વ હવામાનશાસ્ત્ર દિવસ મનાવવામાં આવે છે. આ દિવસને મનાવવા પાછળનું મુખ્ય કારણ છે કે લોકોને હવામાન વિજ્ઞાન અને તેમાં થઇ રહેલા ફેરફાર પ્રત્યે જાગૃત કરવાનો છે. હવામાનશાસ્ત્ર દિવસ મનાવવામાં વિશ્વ હવામાન સંગઠનનું ઘણું યોગદાન હોય છે. સંગઠન દ્વારા જ પ્રત્યેક વર્ષ હવામાનશાસ્ત્ર સાથે સંકળાયેલ એક નવો વિષય લઇ આવે છે, અને આ વિષય આધારિત આખા વર્ષ દરમિયાન કામ કરવામાં આવે છે.
વિશ્વ હવામાનશાસ્ત્ર દિવસનો ઇતિહાસ
વર્ષ 1950માં આજથી 71 વર્ષ પહેલા વિશ્વ હવામાનશાસ્ત્ર સંગઠનની સ્થાપના કરવામાં આવી હતી. સંસ્થાનું અસ્તિત્ત્વ અથવા સ્થાપનાનું જશ્નને મનાવવા માટે પ્રત્યેક વર્ષ 23 માર્ચે વિશ્વ હવામાનશાસ્ત્ર દિવસ તરીકે મનાવવામાં આવે છે. વિભિન્ન દેશ વિશ્વ હવામાનશાસ્ત્ર સંગઠનનો સભ્ય છે. સભ્ય રાષ્ટ્ર પ્રતિવર્ષ ફરજિયાતપણે વિશ્વ હવામાનશાસ્ત્ર દિવસને એક વિશેષ વિષયની સાથે મનાવતા આવ્યા છે.
વિશ્વ હવામાનશાસ્ત્ર દિવસનો વિષય
વિશ્વ હવામાનશાસ્ત્ર દિવસ 2021નો વિષય વિશ્વ હવામાનશાસ્ત્ર સંગઠન દ્વારા 'મહાસાગર, આબોહવા અને હવામાન' નક્કી કરવામાં આવ્યો છે. આ સાથે વિશ્વના સતત વિકાસ માટે મહાસાગર વિજ્ઞાનના સંયુક્ત રાષ્ટ્ર દાયકાની શરૂઆત પણ તેની સાથે કરવામાં આવી રહી છે. ગત વર્ષે આ દિવસનો વિષય 'હવામાન અને પાણી' રાખવામાં આવ્યો હતો. આ વખતે વિષય અનુસાર મહાસાગરોનું સંરક્ષણ કેન્દ્રમાં છે.
વિશ્વ હવામાનશાસ્ત્ર સંગઠન
વિશ્વ હવામાનશાસ્ત્ર સંગઠનનું મુખ્યાલય જિનેવા, સ્વીટ્ઝરલેન્ડમાં આવેલું છે. આ સંગઠન પૃથ્વીના વાયુમંડળની પરિસ્થિતિ અને વ્યવહાર, મહાસાગરોની સાથે તેના સંબંધ અને હવામાનનની માહિતી આપે છે. કુલ 191 દેશ તેમજ ક્ષેત્ર સંગઠનના સભ્ય છે. સંગઠન સમય-સમય પર પૂર, ભૂકંપ તેમજ અન્ય પ્રાકૃતિક આપત્તિઓનો અંદાજ કાઢીને વિશ્વને ચેતવવામાં આવે છે.
આ રીતે મનાવવામાં આવે છે વિશ્વ હવામાનશાસ્ત્ર દિવસ
વિશ્વ હવામાનશાસ્ત્ર દિવસ પર વિશ્વભરમાં સેમિનાર તેમજ બેઠકોનું આયોજન કરવામાં આવે છે. કાર્યક્રમોમાં વૈજ્ઞાનિક વિચારો તેમજ અનુભવોનું આપ-લે કરે છે. આજકાલ શાળામાં આ પ્રકારના દિવસો મનાવવામાં આવી રહ્યા છે. જેમાં વૈજ્ઞાનિકને મહેમાન તરીકે બોલાવવામાં આવે છે અને તેઓ વિષય પ્રત્યે વિદ્યાર્થીઓને જાગૃત કરે છે. કોરોનાકાળમાં આ તમામ આયોજન ઓનલાઇન થઇ ગયા છે, એવામાં ચર્ચાઓનું આયોજન ઓનલાઇન કરવામાં આવી રહ્યા છે.


