World Hindi Diwas 2021: જાણો, 'વિશ્વ હિન્દી દિવસ' સાથે સંકળાયેલી કેટલીક મુખ્ય વાતો!
નવી દિલ્હી, તા. 10 જાન્યુઆરી 2021, રવિવાર
આજે 10 જાન્યુઆરીએ વિશ્વભરમાં 'વિશ્વ હિન્દી દિવસ' મનાવવામાં આવે છે. આ દિવસ મનાવવાનો હેતુ વિશ્વભરમાં હિન્દીના પ્રચાર-પ્રસાર કરવાનો છે. આ સાથે હિન્દીને આંતરરાષ્ટ્રીય ભાષા સ્વરૂપે સ્થાપિત કરવાનું પણ એક ઉદ્દેશ્ય છે. વિશ્વમાં જે દેશોમાં ભારતની એમ્બસી છે ત્યા% ખાસ કરીને આ દિવસ મનાવવામાં આવે છે. આટલુ જ નહીં, દેશભરના તમામ સરકારી કાર્યાલયો અને વિશ્વવિદ્યાલયમાં આજના દિવસે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. વિશ્વ હિન્દી દિવસના ઇતિહાસની વાત કરીએ તો વર્ષ 2006માં ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે 10 જાન્યુઆરીએ 'વિશ્વ હિન્દી દિવસ' તરીકે મનાવવાનું જાહેર કર્યુ હતુ. ત્યારથી આ દિવસે 'વિશ્વ હિન્દી દિવસ' મનાવવામાં આવે છે. હિન્દી દિવસ અને વિશ્વ હિન્દી દિવસ વચ્ચે ફરક છે, હિન્દી દિવસ 14 સપ્ટેમ્બરે મનાવવામાં આવે છે. ત્યારે 10 જાન્યુઆરીના દિવસે 'વિશ્વ હિન્દી દિવસ' મનાવવામાં આવે છે.
'વિશ્વ હિન્દી દિવસ' સાથે સંકળાયેલી 10 મુખ્ય વાતો
- વિશ્વભરમાં હિન્દીના પ્રચાર-પ્રસાર માટે પ્રથમ વિશ્વ હિન્દી સંમેલનનું આયોજન 10 જાન્યુઆરી, 1975માં મહારાષ્ટ્રના નાગરપુરમાં કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં 30 દેશોના 122 પ્રતિનિધિ સામેલ થયા હતા.. વર્ષ 2006 પછી દર વર્ષે 10 જાન્યુઆરીએ વિશ્વભરમાં 'વિશ્વ હિન્દી દિવસ' મનાવવામાં આવ્યો.
- ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહે 10 જાન્યુઆરી, 2006એ દર વર્ષે 'વિશ્વ હિન્દી દિવસ' તરીકે મનાવવાનું જાહેર કરી દીધું હતું.
- વિદેશોમાં ભારતીય એમ્બેસી 'વિશ્વ હિન્દી દિવસ'ના અવસરે વિશેષ આયોજન કરે છે. તમામ સરકારી કાર્યાલયોમાં વિભિન્ન વિષય પર હિન્દીમાં કાયક્રમનું આયોજન કરવામાં આવે છે.
- પ્રથમ 'વિશ્વ હિન્દી દિવસ'ની ઉજવણી નૉર્વેના ભારતીય એમ્બેસીમાં કરવામાં આવી હતી. ત્યારબાદ બીજો અને ત્રીજો હિન્દી દિવસ ભારતીય નૉર્વે માહિતી તેમજ સાંસ્કૃતિક ફોરમ હેઠળ લેખક સુરેશચંદ્ર શુક્લની અધ્યક્ષતામાં ખૂબ જ ધૂમધામથી મનાવવામાં આવ્યો હતો.
- 'વિશ્વ હિન્દી દિવસ' ઉપરાંત દર વર્ષે 14 સપ્ટેમ્બરના દિવસે 'હિન્દી દિવસ' મનાવવામાં આવે છે. 14 સપ્ટેમ્બર, 1949ના દિવસે બંધારણ સભાએ હિન્દીની રાજકીયભાષાનો દરજ્જો આપ્યો હતો, ત્યારથી આ દિવસને 'હિન્દી દિવસ' તરીકે મનાવવામાં આવે છે.
- વર્તમાનમાં વિશ્વના કેટલીય વિશ્વવિદ્યાલયોમાં હિન્દીનો અભ્યાસ કરાવવામાં આવે છે અને સમગ્ર વિશ્વમાં કરોડો લોકો હિન્દી બોલે છે. આટલુ જ નહીં, હિન્દી વિશ્વભરમાં સૌથી વધારે બોલવામાં આવતી પાંચ ભાષાઓમાંથી એક છે.
- દક્ષિણ પ્રશાંત મહાસાગરના મેલાનેશિયામાં ફિજી નામનો એક ટાપુ છે. ફિજીમાં હિન્દીને સત્તાવાર ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે. તેને ફિજિયન હિન્દી અથવા ફિજિયન હિન્દુસ્તાની પણ કહેવામાં આવે છે. આ અવધી, ભોજપુરી અને અન્ય બોલચાલની ભાષાને મળતો આવતો સ્વરૂપ છે.
- પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ, સંયુક્ત અરબ અમીરાત, યુગાંડા, અમેરિકા, બ્રિટેન, જર્મની, ન્યૂઝીલેન્ડ, ગુયાના, સૂરીનામ, ત્રિનિદાદ, સાઉથ આફ્રીકા અને મૉરેશિયસ સહિત કેટલાય દેશોમાં હિન્દી બોલવામાં આવે છે.
- વિશ્વ આર્થિક મંચની ગણતરી અનુસાર હિન્દી વિશ્વની 10 શક્તિશાળી ભાષાઓમાંથી એક છે.
- વર્ષ 2017માં ઑક્સફૉર્ડ ડિક્શનરીમાં પ્રથમ વાર 'અચ્છા', 'બડા દિન', 'બચ્ચા' અને 'સૂર્ય નમસ્કાર' જેવા હિન્દી શબ્દોને સામેલ કરવામાં આવ્યા હતા.