હનીમૂન અને પ્રી વેડિંગ શૂટ માટે બેસ્ટ છે આ 5 રોમાંટિક જગ્યા
નવી દિલ્હી, 27 એપ્રિલ 2019, શનિવાર
લગ્ન પહેલા પ્રી વેડિંગ ફોટોશૂટ અને લગ્ન પછી હનીમૂન પર જવું લગ્નની પ્રથાઓમાંથી એક બની ગયા છે. કપલ્સ લગ્નની તૈયારીઓની સાથે આ બે કામ માટે પણ અગાઉથી જ પ્લાનિંગ કરતા હોય છે. આ ટ્રેંડ નવો તો છે પરંતુ છેલ્લા કેટલાક સમયમાં ખૂબ પ્રચલિત થયો હોવાથી દરેક કપલ આ બે કામ કરવા જરૂરી સમજે છે. તો ચાલો આજે તમને જણાવીએ કે દુનિયામાં એવી કઈ 5 જગ્યાઓ છે જે હનીમૂન અને પ્રી વેડિંગ માટે બેસ્ટ છે.
વેરોના, ઈટલી
મહાન સાહિત્યકાર શેક્સપિયરને વેરોનામાંથી પ્રેરણા મળી હતી. નોર્થ ઈટલીમાં રોમિયો અને જૂલિયટની પ્રેમ કથા ખૂબ પ્રચલિત છે. આ નાટક લખી શેક્સપિયર ઈતિહાસમાં અમર થઈ ગયા. આ નાટક પરથી અંદાજ લગાવી શકાય કે આ જગ્યા કેટલી સુંદર હશે. વેરોનામાં પ્રવાસીઓની ભીડ પણ જોવા મળે છે જેમાં કપલ્સ સૌથી વધારે હોય છે.
શુનબુન્ન પેલેસ, ઓસ્ટ્રિયા
1441 રૂમ સાથે 16મી સદીમાં બનેલું આ બિલ્ડિંગ શાનદાર છે. આ પેલેસની સુંદરતા ઉડીને આંખ વળગે તેવી છે. અહીંના બગીચામાં તમને વિવિધ પ્રકારના ફૂલ જોવા મળશે જે પેલેસને એક ફિલ્મના ભવ્ય સેટ જેવો લુક આપે છે. શુનબુન્ન શબ્દનો અર્થ પણ બ્યૂટીફુલ સ્પ્રિંગ સાથે છે.
પેરિસ, ફ્રાંસ
એફિલ ટાવર અને આર્ક દે ટ્રિમ્ફ આ બંને જગ્યા પેરિસની સૌથી સુંદર જગ્યાઓ છે. અહીં જનાર કપલ્સના દિલમાં અહીંનું વાતાવરણ જ રોમાન્સ જગાવી દે છે. અહીં જાર્દિન ધ લગ્જમબર્ગ અને લગ્જમબર્ગ ગાર્ડન પણ આવેલું છે.
આગરા, ભારત
આગરામાં આવેલો તાજમહેલ પ્રેમની નિશાની છે. આ શાનદાર અને સુંદર જગ્યા રોમાંચિત કરી દે તેવી છે. અહીં વર્ષ દરમિયાન હજારોની સંખ્યામાં કપલ્સ અને પ્રવાસીઓ આવે છે. તાજમહેલને જોવાનો અદભૂત સમય ચાંદની રાતનો છે.
વાઈટસનડેઝ, ઓસ્ટ્રેલિયા
ઓસ્ટ્રેલિયા વાઈટસનડેઝ ક્વીંસના કીનારે આવેલો એક ટાપુઓનો સમુહ છે. અહીં સૌથી વધારે કપલ્સ હનીમૂન માટે આવે છે. અહીં પહોંચવા માટે પહેલા ક્વીંસલેન્ડની ટિકિટ બુક કરાવવી પડે છે.