પરિવારના સભ્યોએ પાલતુ શ્વાન માટે રાખ્યો બેબી શાવર, વીડિયો વાયરલ
નવી મુંબઇ,તા. 12 ડિસેમ્બર 2022, સોમવાર
પાલતુ પ્રાણીઓને પાડવાનો શોખ ઘણા લોકોને હોય છે, સેલિબ્રિટિઓમાં પણ પાલતુ ડોગના શોખિન જોવા મળે છે. ત્યારે આજકાલ વાઇરલ થયેલા વીડિયોમાં વધુ એક વીડિયો ઉમેરાયો છે. જો તમે ડોગ લવર છો તો આ વીડિયો તમને અચુક ગમશે.
પાલતુ ડોગને સાચવવો એ પણ એક જવાબદારી છે. કારણ કે, તેને પણ ફિલિગ્સ હોય છે, તે પણ ખુશ અને દુખી થાય છે તેમજ જો એક કુતરી વાત કરીએ તો એ પણ માતા બને છે. આ પ્રક્રિયા ખૂબ જ કઠિન હોય છે. ત્યારે એક પરિવારમાં જ્યારે પોતાની પાલતુ કૂતરી ગર્ભવતી થઇ ત્યારે પરિવારના સભ્યોએ તેના બેબી શાવરની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરી હતી.
એટલું જ નહીં, તેમણે પાડોશમાં રહેતા કૂતરાઓ માટે એક નાનકડી જમણવારનું પણ આયોજન કર્યું હતું. આ વીડિયો સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યો છે. લોકો તેના જોરદાર વખાણ પણ કરી રહ્યા છે.
વીડિયો વાયરલ
સુજાતા ભારતી નામની મહિલાએ ઈન્સ્ટાગ્રામ પર suja_housemate નામના એકાઉન્ટથી વીડિયો શેર કર્યો હતો અને લખ્યું હતું કે, ‘My Child’s baby shower.’ કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું, અત્યાર સુધીનો ક્યૂટ વીડિયો. તમારા પાલતુ ડોગીને ખુબ જ પ્રેમ. જ્યારે અન્ય યુઝર કહે છે કે, તમારી વિચારસરણી ઘણી સારી છે. અન્ય એક યુઝરે લખ્યું છે કે, આ વીડિયો જોઈને હું રડી પડ્યો. કોઈ તેમના પાલતુ ડોગને આટલો બધો પ્રેમ કરે છે. જોકે, કેટલાક યુઝર્સે તેને મૂર્ખતા ગણાવી છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલા તેની પાલતુ કૂતરીના ગળામાં નવું કપડું અને માળા પહેરાવી રહી છે. પછી તે તેના કપાળ પર સિંદૂર લગાવે છે. વિડિયોમાં, તમે વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓથી ભરેલી પ્લેટો પણ જોઈ શકો છો જે પાલતુ કૂતરી ખાવાનું પસંદ કરે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, અંતે મહિલા ઘરનું બનાવેલું ફૂડ શેરીના કૂતરાઓને પણ ખવડાવે છે. આ ક્લિપે લોકોના દિલ જીતી લીધા છે.
આવા જ એક વીડિયોમાં ઝારખંડનો એક પરિવાર તેમના પાલતુ કૂતરાનો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવતો જોવા મળ્યો હતો. પરિવારે લગભગ 350 મહેમાનોને આમંત્રિત કર્યા અને તેમના કૂતરાઓને 4,500ના સૂટ પણ પહેરાવ્યા. એટલું જ નહીં, પરિવારે જન્મદિવસની પાર્ટી માટે આમંત્રણ કાર્ડ પણ છાપ્યા.