મૂળાના પરોઠા ખાવાનું ભુલી જશો જો એકવાર ખાઈ લેશો મૂળાની ચટણી, નોંધી લો રેપિસી
નવી દિલ્હી, 21 નવેમ્બર 2019, ગુરુવાર
અત્યાર સુધીમાં અનેક પ્રકારની ચટણીનો સ્વાદ તમે માણ્યો હશે. પરોઠા સાથે, ફરસાણ સાથે કે અન્ય વાનગીઓ સાથે ચરણી પીરસવામાં આવે છે. આ ચટણી લોકોના રોજિંદા આહારનો ભાગ હોય છે. ચટણી ભોજનનો સ્વાદ બમણો કરી દે છે. પરંતુ આજે તમને એવી ચટણી વિશે જાણવા મળશે જેના વિશે આજ સુધી તમે જાણ્યું નહીં હોય અને આ ચટણી એટલી સ્વાદિષ્ટ બને છે કે તેનો સ્વાદ તમને દાઢે વળગશે.
સામગ્રી
ચણાની દાળ, એક ચમચી
અડદ દાળ, એક ચમચી
જીરું, અડધી ચમચી
ધાણા, 1 ચમચી
લાલ મરચું, 3 ચમચી
લસણ, 3 કળી
આદુ, એક ટુકડો
કાપેલો મૂળો, 1 કપ
ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક
હળદર, અડધી ચમચી
નમક, સ્વાદાનુસાર
આમલી, 1 ટુકડો
તેલ, જરૂર અનુસાર
રાઈ, વઘાર માટે
હીંગ, ચપટી
ચટણી બનાવવાની રીત
મૂળાની ચટણી બનાવવા માટે સૌથી પહેલા એક પેનમાં 2 ચમચી તેલ ઉમેરી અને તેમાં ચણા અને અડદની દાળ શેકો. તેમાં જીરું અને ધાણા પણ ઉમેરો. ધીમા તાપે દાળને સોનેરી થાય ત્યાં સુધી શેકો. ત્યારબાદ તેમાં લસણ, આદુ, મૂળા અને હળદરનો પાવડર ઉમેરી 1 મિનિટ સુધી હલાવો. તેમાં 2 ચમચી પાણી ઉમેરો અને સારી રીતે 5 મિનિટ સુધી પકાવો ત્યારબાદ ગેસ બંધ કરી દો અને ઠંડુ થાય ત્યારબાદ આમલી અને નમક ઉમેરી તેની પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને એક બાઉલમાં રાખો. આ ચટણી પર વઘાર કરવા માટે તેલ ગરમ કરી તેમાં રાઈ ઉમેરો અને ચટણી પર રેડી દો.