ઘરે માત્ર 10 મિનિટમાં બનાવો હોટ ચોકલેટ કોફી, નોંધી લો રેસિપી
નવી દિલ્હી, 24 નવેમ્બર 2019, રવિવાર
શિયાળાની ઠંડીમાં ગરમાગરમ ચા પીવાથી જે મજા આવે છે તેવી જ મજા કોફી પીવાથી પણ આવે છે. તેમાં પણ જો કોફીને સ્વાદિષ્ટ ટ્વિસ્ટ સાથે બનાવી પીવામાં આવે તો તેની મજા કંઈ ઓર જ હોય છે.
તો ચાલો આજે તમને જણાવીએ હોટ ચોકલેટ કોફી બનાવવાની રીતે.
સામગ્રી
2 કપ દૂધ
1 એલચી
2 ચમચી ખાંડ
1/2 ચમચી કોફી પાવડર
1/4 ચમચી ચોકલેટ પાવડર
ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક
રીત
એક કપમાં કોફી અને ખાંડ મિક્સ કરો તેમાં 2 ચમચી દૂધ ઉમેરો અને ખાંડ ઓગળી જાય ત્યાં સુધી સારી રીતે હલાવો. હવે બાકી બચેલું દૂધ ઉકાળો અને તેમાં એલચી પાવડર ઉમેરો. દૂધ બરાબર ઉકળી જાય પછી તેમાં તૈયાર કરેલી કોફી પેસ્ટ ઉમેરો અને આ મિશ્રણને એક કપમાં ભરી લો અને ઉપર ચોકલેટ પાવડર ઉમેરી સર્વ કરો.