રોસ્ટેડ બ્રોકલી એકવાર બનાવશો ઘરે તો દાઢે વળગી જશે સ્વાદ
નવી દિલ્હી, 5 ડિસેમ્બર 2019, ગુરુવાર
શિયાળો શરૂ થાય એટલે વિવિધ પ્રકારના શાક બજારમાં મળતા થઈ જાય છે. આ શાકમાંથી એક છે બ્રોકલી. બ્રોકલી સાથે તમે ટેસ્ટી અને હેલ્ધી ડિશ તૈયાર કરી શકો છે. આ ડિશ છે રોસ્ટેડ બ્રોકલી.
સામગ્રી
250 ગ્રામ બ્રોકોલી
કાળા મરીનો પાવડર
2 ચમચી શેકેલી મગફળી
2 ચમચી તેલ
1 લસણની કળી
2 લાલ મરચાં
સ્વાદ પ્રમાણે મીઠું
ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક
રીત
બ્રોકોલીના નાના નાના ફલ કાપવા. એક પેનમાં તેલ ગરમ મુકો તેમાં લસણની પેસ્ટ અને મરચું પાવડર છાંટો. હવે તેમાં સમારેલી બ્રોકોલી અને સ્વાદાનુસાર મીઠું નાખો. બ્રોકોલી થોડી ફ્રાય કરી અને તેમાં શેકેલા મગફળીના બી નાંખો અને મરી ઉમેરી ગરમાગરમ સર્વ કરો.