Get The App

શિયાળામાં પણ hotness રહેશે યથાવત, ખરીદો આ સેક્સી સ્વેટર્સ

Updated: Jan 4th, 2019

GS TEAM

Google News
Google News
શિયાળામાં પણ hotness રહેશે યથાવત, ખરીદો આ સેક્સી સ્વેટર્સ 1 - image


અમદાવાદ, 4 જાન્યુઆરી 2019, શુક્રવાર

શિયાળામાં ઠંડીથી બચવા માટે આપણે સ્વેટર્સ અથવા જેકેટ પહેરીએ છીએ. જેમ જેમ ઠંડી વધે છે તેમ તેમ ગરમ કપડાની સંખ્યા વધવા લાગે છે. જો કે શિયાળામાં જ્યારે કોઈ પાર્ટી કે ફંકશનમાં જવાનું થાય ત્યારે સમસ્યા સર્જાય છે. કારણ કે પાર્ટીમાં પહેરવાના સેક્સી કપડા ગરમ કપડા નીચે ઢંકાઈ જાય છે. ગરમ કપડાના કારણે યુવતીઓનો હોટ અંદાજ ફીક્કો પડી જાય છે. પરંતુ આ શિયાળામાં તમારી સાથે આવું ન થાય તે માટે તમે આ ટીપ્સ ફોલો કરી શકો છો. 

જો તમારે ઠંડીમાં પણ પોતાની હોટનેસ જાળવી રાખવી હોય અને ઠંડીથી પણ બચવું હોય તો તમે આ પ્રકારના સ્વેટરની ખરીદી કરી શકો છો. આ સ્વેટર તમારી હોટનેસ અને સેક્સી લુકને યથાવત રાખશે. 

માર્કેટમાં ઓપન બેક સ્વેટરની અનેક વેરાઈટી તમને જોવા મળશે. આ પ્રકારના સ્વેટરમાં તમને ડીપ નેક, બેકલેસ અને અન્ય ડિઝાઈનના સ્વેટર મળી રહેશે. આ પ્રકારના સ્વેટર પહેરી તમે પાર્ટી કે પબમાં જશો તો તમે ચોક્કસથી પાર્ટીમાં આકર્ષણનું કેન્દ્ર બની જશો. પાર્ટી માટે બ્લેક રંગનું સ્વેટર પરફેક્ટ સાબિત થશે. આ ઉપરાંત લેધર જેકેટ અથવા તો બ્રાઈટ રંગના કોટ પણ પાર્ટીમાં તમારી સુંદરતાને વધારે અને તમને ઠંડીથી પણ બચાવશે. 

આ ઉપરાંત તમે ડીપ બેકના લોન્ગ સ્વેટર પણ પહેરી શકો છો. આ સ્વેટર ડ્રેસ તરીકે તમે પાર્ટીમાં કેરી કરી શકો છો. તેની સાથે વુલન લોન્ગ સોક્સ પહેરવા જોઈએ. આ પ્રકારના સ્વેટરથી તમને સ્ટાઈલિશ લુક પણ મળશે અને તેને જીન્સ તેમજ સ્કર્ટ સાથે મેચ કરી અને તમે પહેરી પણ શકો છો. 


Tags :