આ વર્ષે શિયાળાનું પોપ્યુલર ચલણ, ક્રોપ્ડ બ્લેઝર
નવી દિલ્હી, 18 નવેમ્બર 2019, સોમવાર
બોલિવૂડ સ્ટાર્સથી લઈ સામાન્ય યુવતીઓના વોર્ડરોબમાં ઝડપથી જગ્યા બનાવી રહ્યું છે ક્રોપ્ડ બ્લેઝર. ફેશન નિષ્ણાંતો અનુસાર ક્રોપ્ડ ડ્રેસમાં સૌથી પહેલા ક્રોપ્ડ ટોપનું નામ આવે છે પરંતુ હવે ઠંડીની ઋતુ શરૂ થતાં તેમાં ક્રોપ્ડ બ્લેઝરનો સમાવેશ થવા લાગ્યો છે. આ બ્લેઝર ગ્લેમરસ લુક આપે છે.
અગાઉ ઓવર સાઈઝ બ્લેઝરની ફેશન હતી જ્યારે હવે ક્રોપ્ડ ટોપ ચલણમાં છે. આ ટોપની પસંદગી જો યોગ્ય રીતે કરવામાં આવે તો તમારી સ્ટાઈલના લોકો કાયલ થઈ જશે. ક્રોપ્ડ બ્લેઝરમાં વર્કવાળા, ફોર્મલ સહિતના લુકનો સમાવેશ થાય છે.
યોગ્ય ફિટિંગ જરૂરી
ક્રોપ્ડ બ્લેઝર ખરીદો ત્યારે તેનું ફિટિંગ ખાસ ધ્યાનમાં લેવું. આ બ્લેઝરમાં ફિટિંગ બરાબર હોય તે ખૂબ જરૂરી છે. યોગ્ય ફિટિંગ નહીં હોય તો લુક ખરાબ થઈ જશે. આ ઉપરાંત ક્રોપ્ડના રંગ પણ ધ્યાનપૂર્વક પસંદ કરવા. આ પ્રકારના બ્લેઝર બ્રાઈટ રંગના હોય તે વધારે સારો લુક આપે છે.
ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક
સ્ટાઈલનો કમાલ
ક્રોપ્ડ બ્લેઝર સ્ટાઈલિંગ બાબતે પણ આગવો લુક આપે છે. તેની સાથે યોગ્ય એક્સેસરીઝ, ટ્રાઉઝર, સ્કર્ટ પહેરી લોકોના ભીડ વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બની શકો છો. આ બ્લેઝરને પુરુષો લિનેન શર્ટ, કૈમિસોલ, ટીશર્ટ સાથે પહેરી શકે છે. તેમાં મુખ્ય વાત એ છે કે આકર્ષણનું કેન્દ્ર બ્લેઝર હોય. બ્લેઝરનો લુક ત્યારે સારો લાગે છે જ્યારે તેની સાથે મેચ થતાં રંગના કપડા પહેરવામાં આવે.