For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

શું તમે પણ રંગબેરંગી કપડાં પહેરીને હોળી રમો છો? જાણો શા માટે આ દિવસે સફેદ કપડાં પહેરવા જોઈએ...

Updated: Mar 16th, 2022

Article Content Image

અમદાવાદ, તા. 16 માર્ચ 2022, બુધવાર

ફાગણ મહિનો શરૂ થતાં જ લોકો હોળીના તહેવારની તૈયારીઓ શરૂ કરી દે છે. હોળીના તહેવારને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. હોલિકા દહનનો તહેવાર ફાગણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે જ્યારે રંગવાલી હોળી બીજા દિવસે એટલે કે ચૈત્ર મહિનાની પ્રતિપદા તિથિના દિવસે રમવામાં આવે છે. આ વર્ષે હોલિકા દહન 17મી માર્ચ 2022ના રોજ ઉજવવામાં આવશે અને હોળીનો તહેવાર 18મી માર્ચ 2022ના રોજ ઉજવવામાં આવશે. હોળીનો તહેવાર આનંદ અને ઉત્સાહના તહેવાર તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે લોકો રંગો લગાવીને એકબીજાને ગળે લગાવે છે.

સાથે જ તમે ઘણી વખત હોળી પર સફેદ વસ્ત્રો પહેરેલા લોકોને જોયા હશે. શું તમે જાણો છો કે, લોકો હોળી પર સફેદ કપડાં કેમ પહેરે છે? જ્યોતિષશાસ્ર પ્રમાણે, હોળીના દિવસે રંગબેરંગી કપડાં કેમ ન પહેરવા જોઈએ?

હોળીના દિવસે સફેદ કપડાં કેમ પહેરવામાં આવે છે?

- હોળીના દિવસે સફેદ વસ્ત્રો પહેરવાથી જીવન પર સકારાત્મક અસર પડે છે.

- સફેદ રંગને ભાઈચારો, શાંતિ અને સુખ-સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે, તેથી આ દિવસે સફેદ રંગના કપડાં પહેરવા ખૂબ જ શુભ છે.

- આ દિવસે સફેદ રંગ પહેરવાથી મન શાંત થાય છે. જે લોકોને કોઈ પણ વાત પર ગુસ્સો આવે છે તેઓએ આ દિવસે ખાસ કરીને સફેદ વસ્ત્રો પહેરવા જોઈએ.

- ગ્રહોના નકારાત્મક પ્રભાવને ઘટાડવા માટે સફેદ રંગના કપડા પહેરવા પણ શુભ માનવામાં આવે છે. સાથે જ સફેદ કપડાં પહેરવાથી બગડેલા કામો પણ સુધરે છે.

- સફેદ રંગના કપડાં પહેરવાથી સૂર્યના તાપથી રાહત મળે છે. હોળીનો તહેવાર એવા સમયે આવે છે જ્યારે હવામાનમાં ગરમી વધવા લાગે છે. આવી સ્થિતિમાં સફેદ રંગ તમને ઠંડક આપે છે.

હોલિકા દહન શુભ મુહૂર્ત

ગુરુવાર, 17 માર્ચ, 2022ના રોજ હોલિકા દહન

હોલિકા દહનનું મુહૂર્ત રાત્રે 09થી 06મિનિટ સુધી છે.

પૂર્ણિમાનો પ્રારંભ તારીખ - 17 માર્ચ બપોરે 1.29 વાગ્યે

પૂર્ણિમા તારીખ સમાપ્ત થાય છે - 18 માર્ચ બપોરે 12.47 વાગ્યે

Gujarat