લોકડાઉન દરમિયાન ભારતમાં નોકરીને લઇને ગૂગલ પર થઈ રહ્યું છે સૌથી વધારે સર્ચ
નવી દિલ્હી, તા. 29 એપ્રિલ 2020, બુધવાર
લોકડાઉનના કારણે દેશની મોટાભાગની વસ્તી ઘરમાં કેદ છે. કોઇ રોજ નવા નવા પકવાન બનાવી રહ્યાં છો તો કોઇ મિત્રો સાથે ઓનલાઇન ગેમ રમી રહ્યાં છે. આ સમયે તે જાણવું ખુબ જરુરી છે કે લોકડાઉન દરમિયાન લોકોના દિમાગમાં શું ચાલી રહ્યું છે? આવો જાણીએ ગૂગલના ટ્રેન્ડ પરથી.
લોકડાઉના સમય વધી રહેલો તણાવ ગૂગલના ટ્રેન્ડ પરથી અંદાજ લગાવી શકાય છે. ભારતમાં લોકડાઉનના કારણે તણાવ એ હદે વધ્યો છે કે લોકો ગૂગલ પર તણાવ દૂર કેવી રીતે કરવો તે પણ સર્ચ કરી રહ્યાં છે. તાજેતરમાં એક સર્વેમાં આ વાત સામે આવી હતી કે લોકડાઉનના કારણે લોકોમાં કેટલીય ચિંતા સતાવી રહીં છે. દિવસ-રાત નોકરી, ઘર-પરિવાર અને પૈસા અંગે વિચાર કરી લોકોની માનસિક સ્થિતિ ખરાબ થઇ રહીં છે. ઇન્ડિયન સાઇકિયાટ્રિક સોસાઇટીના સર્વેમાં જાણવા મળ્યું કે માનસિક બિમારીઓ સંબંધિત મામલામાં 20 ટકાનો વધારો જોવા મળ્યો છે.
થેરેપીને લઇને કરી રહ્યાં છે સર્ચ
અંદમાન નિકોબાર ટાપુ, મિઝોરોમ અને પોંડિચેરી જેવા વિસ્તારમાં તણાવ ઓછો કરવાની થેરેપીને લઇને ઘણું સર્ચ થઇ રહ્યું છે, જ્યારે બિહાર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં આ પ્રકારનું સર્ચ ઘણું ઓછું જોવા મળ્યું છે. આત્મહત્યાઓને લઇને ગૂગલ પર થતા સર્ચમાં પણ ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. 29 માર્ચના રોજ જર્મનીના નાણા મંત્રી થોમસ શેફરે આત્મહત્યા કરી હતી ત્યાર બાદ ગૂગલ પર આત્મહત્યા કીવર્ડ ઘણો સર્ચ કરવામાં આવ્યો હતો પરંતુ બાદમાં અચાનક ઘટાડો પણ થઇ ગયો હતો.
નોકરીને લઇને સૌથી વધારે સર્ચ
નોકરીને લઇને ભારતમાં અન્ય દેશની સરખામણી વધારે સર્ચ થઇ રહ્યું છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (CMIEE)એ પોતાની એક રિપોર્ટમાં કહ્યું કે લોકડાઉન પુરુ થયા બાદ ભારતમાં બેરોજગારી ઝડપથી વધશે. શહેરમાં બેરોજગારીની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળશે. આ રિપોર્ટ બાદ ગૂગલ પર નોકરીને લઇને વધારે સર્ચ થઇ રહ્યું છે.
ગોવા અને કર્નાટકમાં રેસિપીને લઇને સર્ચ ટોપ પર
લોકડાઉન દરમિયાન લોકોને પોતાના પરિવારની સાથે રહેવાનો મોકો મળ્યો છે. એવામાં કેટલાક લોકો નવું કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર લોકો રોજ નવા-નવા વ્યંજન બનાવી ફોટો શેર કરી રહ્યાં છે. કેટલાય લોકો નવી-નવી રેસિપી પર પણ હાથ અજમાવી રહ્યાં છે. ભારતમાં નવી-નવી રેસિપીને લઇને ગૂગલ પર ખુબ સર્ચ થઇ રહ્યું છે. નવી રેસિપીને લઇને સૌથી વધારે સર્ચ ગોવા, દમણ, દીવ અને કર્નાટકમાં જોવા મળી રહ્યાં છે.