mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

Good Sleep: શું તમને રાત્રે ઉંઘ નથી આવતી? તો આ સ્લીપ મેથડને કરો ટ્રાય

Updated: Mar 20th, 2024

Good Sleep: શું તમને રાત્રે ઉંઘ નથી આવતી? તો આ સ્લીપ મેથડને કરો ટ્રાય 1 - image


નવી મુંબઇ,તા. 20 માર્ચ 2024, બુધવાર 

શરીર માટે જેમ ઓક્સિજન,પાણી અને જમવુ જરુરી છે તેજ રીતે ઊંઘ પણ ખૂબ જ જરૂરી છે. વિશ્વભરના સંશોધનો અનુસાર, તંદુરસ્ત પુખ્ત વ્યક્તિએ દિવસમાં લગભગ 8 કલાક શાંતિથી સૂવું જોઈએ, તો જ તેનું સ્વાસ્થ્ય સારું રહી શકે છે. આજની વ્યસ્થ જીવનશૈલીમા લોકો પુરતી ઉંઘ પણ લઇ શકતા નથી. જેથી શરીરને આરામ નથી.

પુરતી ઉંઘ ન લેવાથી સ્થૂળતા, ટાઇપ 2 ડાયાબિટીસ, હૃદય રોગ અને ડિપ્રેશનનું જોખમ વધી જાય છે. ઘણીવાર લોકો મોડી રાત સુધી ઊંઘતા નથી અને સવારે મોડા ઉઠે છે, પરંતુ એક ટ્રીકની મદદથી તમારી સમસ્યાને તરત જ દૂર કરી શકાય છે.

સામાન્ય રીતે ટેન્શન અને ડિપ્રેશનના કારણે વ્યક્તિને રાત્રે બરાબર ઊંઘ આવતી નથી, પરંતુ જો તમે ચા અને કોફી જેવા કેફીનયુક્ત પીણાંનું સેવન કરો છો તો આ સમસ્યા ઊભી થઈ શકે છે. અનિદ્રા, સ્લીપ એપનિયા અને ડિહાઇડ્રેશન જેવી કેટલીક તબીબી સ્થિતિઓ અનિદ્રા માટે જવાબદાર છે. 

કેટલાક લોકો મોડી રાત સુધી મોબાઈલ અને લેપટોપનો ઉપયોગ કરે છે જેના કારણે ઊંઘ નથી આવતી.  તેનાથી બચવા માટે, તમે 4-7-8 ઊંઘની પદ્ધતિ અજમાવી શકો છો.

4-7-8  સ્લીપ મેથડ 

આ ટ્રીકમાં શ્વાસને નિયંત્રિત કરીને સારી ઊંઘ લેવાનું કહેવામાં આવ્યું છે. અમેરિકાના સેલિબ્રિટી ડોક્ટર એન્ડ્રુ વેઈલે એક ટીવી શોમાં કહ્યું કે, 'આ પદ્ધતિને અજમાવતી વખતે, તમારે પહેલા તમારી જીભ વડે ઉપરના આગળના દાંતના પાછળના ભાગને સ્પર્શ કરવો પડશે પછી એકથી ચાર વખત નાક દ્વારા શ્વાસ લો. હવે લગભગ 7 સેકન્ડ માટે શ્વાસ રોકો. આ દરમિયાન, તમે 7 સુધી કાઉન્ટ કરો અને અંતે 8 મી સેકન્ડે પૂરા બળ સાથે શ્વાસ છોડો.

જો શ્વાસ બહાર કાઢતી વખતે તમને ગડગડાટનો અવાજ સંભળાય છે, તો ચિંતા કરવાની જરૂર નથી. આ પ્રક્રિયાને લગભગ 4 વખત રિપીટ કરો. પ્રથમ 4 મહિના પછી, આ તકનીકને 8 વખત રિપીટ કરો. સતત પ્રેક્ટિસ કરવાથી તમે આ કામમાં પરફેક્ટ બનશો.

ડૉક્ટર એન્ડ્ર્યુ વેઈલે જણાવ્યું કે, આ પદ્ધતિથી રાત્રે સૂવું સરળ બને છે અને આ પદ્ધતિ એવા લોકો માટે પણ ખૂબ અસરકારક છે જેમની ઊંઘમાં ખલેલ પહોંચે છે. આના દ્વારા તમે ટેન્શન દૂર કરી શકો છો અને બ્લડ પ્રેશર અને હાર્ટ રેટને પણ નિયંત્રિત કરી શકો છો. આ પદ્ધતિ વિશે કોઈ નક્કર સંશોધન કરવામાં આવ્યું ન હોવા છતાં, ઘણા લોકો આ પદ્ધતિનો ઉપયોગ કરે છે.

Gujarat