દુબળા-પાતળા શરીરવાળા લોકો માટે ખાસ ટિપ્સ, 2 મહિનામાં વધશે 10 કિલો સુધી વજન!
Weight Gain Tips: જો તમે ખૂબ જ પાતળા છો અને કુદરતી રીતે તમારું વજન વધારવા માંગો છો, તો આ માહિતી તમને ઉપયોગી સાબિત થશે. તમારા પાતળા શરીર પાછળનું કારણ ગમે તે હોય, આજે અમે તમને કેટલીક સરળ રીત જણાવવા જઈ રહ્યા છીએ જેને અનુસરીને તમે સરળતાથી તમારું વજન વધારી શકો છો.
વધુ કેલરી મળે તેવો ખોરાક લો
જો તમે તમારું વજન વધારવા માંગતા હો, તો સૌ પ્રથમ તમારે વધુ કેલરી મળે તેઓ ખોરાક લેવાનો રહેશે. તમે જેટલી કેલરી લઈ રહ્યા છો તેના કરતાં લગભગ 500 થી 1000 કેલરી વધુ લેવાનો પ્રયાસ કરવો જોઈએ. જો તમે તમારું વજન વધારવા માંગતા હો, તો દિવસમાં ઓછામાં ઓછા ત્રણ ટાઈમ ભોજન અને ત્રણ ટાઈમ નાસ્તા લેવાનું રાખો. એટલું જ નહીં, તમારે તમારા આહારમાં નટ્સ ખાસ કરીને બદામનો સમાવેશ કરવો જોઈએ.
પોષક તત્વોથી ભરપૂર આહાર
જો તમે સ્વસ્થ રીતે મસલ્સ બનાવવા અને વજન વધારવા માંગતા હો, તો તમારે તમારા આહારમાં હેલ્ધી ફેટ અને પ્રોટીન મળી રહે તેવો ખોરાક લેવાનો રહેશે. તેમજ તમારે તમારા આહારમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ જે તમને વિટામિન, ખનિજો અને મેક્રોન્યુટ્રિઅન્ટ્સ પણ આપે છે. આ સાથે જ સ્મૂધી, પ્રોટીન શેક, મિલ્કશેકને ખાંડ વગર ડાયેટમાં સામેલ કરો.
આ પણ વાંચો: આ પાંચ રીતે થઈ જશે પાચનની તકલીફો દૂર, સવારે ઊઠતાં જ પેટ થઈ જશે સાફ!
વર્કઆઉટ પર ધ્યાન આપો
તમારું વજન ત્યારે જ વધી શકે છે જ્યારે તમારા શરીરમાં મસલ્સ પણ વધે. મસલ્સ વધારવા માટે તમારે વર્કઆઉટ પર પણ થોડું ધ્યાન આપવું પડશે. આ માટે તમારે તમારા વર્કઆઉટ રૂટિનમાં બેન્ચ પ્રેસ, સ્ક્વોટ્સ અને ડેડલિફ્ટનો સમાવેશ કરવો જોઈએ. અઠવાડિયામાં ઓછામાં ઓછા 4 દિવસ આ વર્કઆઉટ કરો.
આરામ કરવાનું ભૂલશો નહીં
તમે વજન વધારવા માટે ગમે એટલા પ્રયત્નો કરો પરંતુ જો તમે યોગ્ય આરામ નહીં કરો, તો તમારા પ્રયત્નો કોઈ કામના નથી. વજન વધારવા માટે આરામ કરવો પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.