Updated: Mar 6th, 2023
નવી મુંબઇ,તા 6 માર્ચ, 2023, સોમવાર
એક ફિટનેસ ટ્રેનરનો દાવો છે કે તેણે પોતાનું વજન ઘટાડવા માટે કોઈ સ્ટ્રિક્ટ ડાઈટિંગ નહીં પરંતુ તેણે દરરોજ પીઝા ખાધા છે. આ વાત સાંભળવામાં અજીબ લાગે છે પરંતુ આ સત્ય વાત છે. ફિટનેસ ટ્રેનરે પોતાના નવા અને જૂના ફોટો પણ શેર કર્યા છે. જેમાં તેની બોડીમાં ફેરફાર જોવા મળી રહ્યો છે.
વજન ઓછું કરનાર આ ફિટનેસ ટ્રેનરનું નામ રેયાન મર્સર છે. જે આયરલેન્ડનો રહેનારો છે. 34 વર્ષીય રેયાનનો દાવો છે કે તેણે 30 દિવસની અંદર દિવસમાં ત્રણ વખત પીઝા ખાઈને પોતાનું વજન ઘટાડ્યું છે. રેયાન 30 દિવસ સુધી રોજની 10 સ્લાઈસ પીઝા ખાતો હતો એવું કરીને તેણે લગભગ 3.4 કિલો વજન ઘટાડ્યું છે. રેયાને લોકોને એ બતાવવા ચેલેન્જ લીધી કે કેલેરી ડેફિસિટમાં રહ્યા વિના અને પસંદગીના ખાદ્ય પદાર્થને છોડ્યા વિના પણ વજન ઘટાડી શકાય છે.
રેયાને એના માટે ખાસ પ્રકારનું ડાયેટ તૈયાર કર્યું અને બ્રેકફાસ્ટ, લંટ અને ડિનરમાં ફક્ત પીઝા જ ખાધા. તેણે એમ પણ કહ્યું કે બધાનું શરીર એક જેવું નથી હોતું. અને બધાના શરીરની જરૂરિયાત પણ અલગ અલગ હોય છે. એટલા માટે કોઈ પણ મારી ડાઈટની ફોલો ના કરો.
રેયાને ઈન્ટરવ્યુ દરમિયાન બતાવ્યું, જ્યારે ફિટનેસ ગોલની વાત આવે છે તો વધુ ઠંડીવાળો જાન્યુઆરી મહિનો ઘણો મુશ્કેલ હોય છે. એટલા માટે પોતાની ફિટનેસ ગોલ પૂરો કરવા માટે જાન્યુઆરી મહિનો પસંદ કર્યો. જરૂરિયાતથી ઓછું ખાવા માટે તેણે બહારથી પીઝા નથી મગાવ્યા પરંતુ જાતે જ ઘરમાં પીઝા બનાવ્યા. કેલેરી માત્રામાં રહીને રોજ બે પીઝા ખાતો હતો. કેલેરીને બેલેન્સ કરતાં 10 સ્લાઈઝ પીઝા ખાધા પરંતુ મેં વર્કઆઉટ કરવાનું છોડ્યું નહીં. અને ફિઝીકલી એક્ટિવ બની રહ્યો.
રેયાને કહ્યું કે પીઝા ખાવા આર્થિક રીતે પોષાય તેવા પણ રહે છે. પીઝા પર પ્રતિદિવસ 885 રૂપિયા અને સ્નેક્સ પર પ્રતિ દિવસ 266 રૂપિયા ખર્ચ થતો હતો. પીઝા મારું ફેવરીટ ફૂડ છે. એટલા માટે મેં 30 દિવસ ખાધા. પીઝામાં અલગ અલગ વેરાયટી ખાવાનું પસંદ કરું છું.
રેયાને કહ્યું કે મેં ઘણા કેલક્યુલેશન બાદ પોતાની ડાયટ તૈયાર કરી હતી. જેનાથી મને પોતાના ગોલ સુધી પહોંચવામાં મદદ મળી. હું રોજના 140 ગ્રામ પ્રોટીનનું સેવન કરતો હતો. રોજ ફળ અને શાકભાજી પણ ખાતો હતો.