અપર લિપ્સ કરવા માટે વેક્સિંગ કરવું કે થ્રેડિંગ ? જાણો સ્કીન માટે શું છે સારું
અમદાવાદ, 25 જુલાઈ 2019, ગુરુવાર
અપર લિપ્સ એટલે કે હોઠ ઉપર થતા વાળ યુવતીઓ માટે ખીલ કરતાં વધારે ગંભીર સમસ્યા હોય છે. અપર લિપ્સ પર વાળ ઝડપથી આવે છે અને તે ચહેરાની સુંદરતા પર દાગ સમાન દેખાઈ પણ આવે છે. સામાન્ય રીતે આ વાળને દૂર કરવા વેક્સિંગ કે થ્રેડિંગ કરવામાં આવે છે. પરંતુ તેમ છતા યુવતીઓના મનમાં આ પ્રશ્ન ઊભો થાય છે કે અપર લિપ્સ કરવા માટે કયો રસ્તો બેસ્ટ અને ત્વચા માટે સુરક્ષિત હોય છે. તો ચાલો જાણીએ આ પ્રશ્નના જવાબ વિશે.
થ્રેડિંગ
થ્રેડિંગમાં દોરા વડે શરીર પરના વાળને દૂર કરવામાં આવે છે. પરંતુ તે કરતી વખતે સ્કીનને ટાઈટ રાખવી પડે છે નહીં તો દોરાથી સ્કીનને નુકસાન થાય છે. જો કે થ્રેડીંગ કરવાથી ત્વચાને નુકસાન થતું નથી. તેનાથી અનગ્રોન હેરની સમસ્યા થતી નથી. થ્રેડીંગમાં થોડીવાર માટે દુખાવો થાય છે પરંતુ તેની અસર લાંબા સમય સુધી રહે છે.
વેક્સિંગ
વેક્સ કરવાથી માત્ર ત્વચાની ઉપરની લેયરમાંથી વાળ નીકળે છે અને તેનાથી સ્કીન પણ ડેમેજ થાય છે. જો વેક્સ વધારે પડતું ગરમ હોય તો સ્કીન બર્ન થઈ શકે છે. સ્કીન જો સંવેદનશીલ હોય તો ત્વચા કાળી થઈ શકે છે. વારંવાર વેક્સ કરવાથી હોઠની ઉપરની ત્વચા ઢીલી થઈ જાય છે અને ત્યાં કરચલીઓ દેખાવા લાગે છે. ફાયદા અને નુકસાનની દ્રષ્ટિએ જોવામાં આવે તો વેક્સિંગ કરતા થ્રેડિંગ અપરલિપ્સ માટે સારો વિકલ્પ છે.