For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગરમીમાં શરીરને પાણીની ઉણપથી બચાવવા ડાયેટમાં સામેલ કરો આ ફળો

Updated: Mar 14th, 2023

Article Content Image

નવી મુંબઇ,તા. 14 માર્ચ 2023, મંગળવાર 

ઉનાળાની શરુઆત થઇ ગઇ છે, રસ્તા પરથી પસાર થાવ એટલે બરફના ગોળાવાળો થી લઇને આઇસક્રીમ અને ખાસ સિંકજી વેચવા વેપારીઓ જોવા મળી જશે. શરીરમાં આ ઋતુના સમયગાળામાં  શરીરમાં પાણીની ઉણપના કારણે ડિહાઈડ્રેશનની સ્થિતિ ઉત્પન થાય  છે. પરતું શું તમે જાણો છો કે કેટલીક વસ્તુઓના સેવનથી ડિહાઈડ્રેશન જેવી સમસ્યાથી બચી શકાય છે.

કાકડી

કાકડી ડિહાઈડ્રેશનની સમસ્યા સામે અસરકારક માનવામાં આવે છે. કાકડીના સેવનથી પણ ડિહાઈડ્રેશનની સમસ્યાને ઠીક કરી શકાય છે. તેમાં હાજર પોટેશિયમને મગજને સ્વસ્થ રાખવા માટે મહત્વપૂર્ણ માનવામાં  આવે છે. આ સિવાય તેમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે.

કેરી

કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે. કેરીમાં મેંગેનિઝ, કેલ્શિયમ, સેલેનિયમ, આયર્ન જેવા અનેક પોષક ત્તત્વો હોય છે. ઉનાળામાં કેરીના રસને શ્રેષ્ઠ ડ્રિંક માનવામાં આવે છે. તેનાથી પણ શરીરમાં પાણીની અછત ઠીક થાય છે.

તરબૂચ

ઉનાળાની શરૂઆત થતાં જ બજારમાં તરબૂચ જોવા મળે છે. તરબૂચમાં પુષ્કળ પ્રમાણમાં પાણી હોય છે. તેના સેવનથી શરીરમાં પાણીની ઉણપ ખતમ થઈ શકે છે. તરબૂચમાં 92 ટકા સુધી પાણી હોય છે.

દ્રાક્ષ

દ્રાક્ષમાં કાર્બોહાઈડ્રેટ, ફાયબર, સોડિયમ, વિટામિન, જેવા અનેક પોષક ત્તત્વો હોય છે. તેના સેવનથી પણ શરીરમાં પાણીની ઉણપ ઓછી થાય છે. આ સિવાય ગરમીમાં શરીરને ઠંડક આપે છે. આ સિવાય શરીરને ઉર્જા આપવાનું  કામ કરે છે. ડિહાઈડ્રેશનથી બચવા માટે દ્રાક્ષના સેવનની સલાહ આપવામાં આવે છે.

નારંગી

નારંગી અનેક પોષક ત્તત્વો હોય છે. તેમાં વિટામિન-સીની માત્રા વધુ હોય છે. આ માટે તેનું સેવન રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. આ સિવાય શરીરમાં પાણીની ઉણપને પણ પૂરી કરે છે.

Gujarat