Get The App

હાર્ટ અટેક: કેટલાં સમય પહેલાં શરીર આપે છે હાર્ટ અટેક આવવાના સંકેત?

Updated: May 6th, 2024

GS TEAM


Google News
Google News

હાર્ટ અટેક: કેટલાં સમય પહેલાં શરીર આપે છે હાર્ટ અટેક આવવાના સંકેત? 1 - imageImage:Freepik 

Heart Attack: આજકાલ હૃદય સંબંધિત દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. નાની ઉંમરના લોકોમાં પણ હાર્ટ એટેકનું જોખમ ખૂબ જ વધી ગયું છે. હાર્ટ એટેકનો ખતરાને જોતા હાર્ટ સંબંધિત બીમારીને લઈ તમામ લોકોએ ખૂબ જ સાવચેત રહેવાની જરુર છે.

દરરોજ તમે કોઈને કોઈના હાર્ટ એટેકના સમાચાર સાંભળતા જ હશો. જો હેલ્થ એક્સપર્ટનું કહેવુ છે કે, કોલેસ્ટ્રોલ વધવાને કારણે હાર્ટ એટેકનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે. જો તમે હાર્ટ એટેક સંબંધિત સમસ્યાઓથી બચવા માંગતા હોવ તો તમારે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે.

એક મહિના પહેલા લક્ષણો દેખાય છે  હાર્ટ એટેકના

હાર્ટ એટેક પાછળનું કારણ ખરાબ જીવનશૈલી અને ખાનપાન છે. આવી સ્થિતિમાં, શક્ય હોય તે રીતે તમારી જીવનશૈલીમાં સુધારો કરવો સૌથી મહત્વપૂર્ણ છે. હાર્ટ એટેકના એક મહિના પહેલા શરીર અનેક રીતે સિગ્નલ આપવા લાગે છે. જો તેને યોગ્ય સમયે ઓળખવામાં આવે તો હાર્ટ એટેકથી બચી શકાય છે.

હાર્ટ એટેકના 1 મહિના પહેલા કયા પ્રકારના ચિહ્નો જોવા મળે છે?

હાર્ટ એટેક પહેલા શરીર પર અનેક પ્રકારના લક્ષણો દેખાય છે.  હાર્ટ એટેક આવે તે પહેલાં, દર્દી નબળાઇ અનુભવવા લાગે છે. જેના કારણે ઊંઘમાં તકલીફ થાય છે.

કેટલાક લોકોને હાર્ટ એટેક આવતા પહેલા ઊંઘનો અભાવ અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. તેમજ કેટલાક લોકોના શરીરમાં આવા લક્ષણો જોવા મળે છે. પરસેવાની સાથે નબળાઈ જોવા મળે છે. 

હાર્ટ અટેક: કેટલાં સમય પહેલાં શરીર આપે છે હાર્ટ અટેક આવવાના સંકેત? 2 - image

કેટલાક દર્દીઓને ઉલ્ટી જેવી સમસ્યા પણ થવા લાગે છે. જેના કારણે હાથ-પગમાં નબળાઈ અનુભવાય છે.સૂતી વખતે શ્વાસ લેવામાં તકલીફ પડવી એ હાર્ટ એટેકના પ્રારંભિક લક્ષણો હોઈ શકે છે. જડબામાં દુખાવો થતો હોય તો તે હાર્ટની બિમારીઓનો સંકેત આપે છે. આ કારણોસર આ બિમારીનો ઈલાજ કરાવવો જરૂરી છે.

આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું

જો તમારે હાર્ટ એટેકથી બચવું હોય તો દરરોજ અડધો કલાક કસરત કરવી ખૂબ જ જરૂરી છે. આ બધા સિવાય ફાઈબરથી ભરપૂર ખોરાક લો. તમારા શરીર અનુસાર પ્રોટીન અને ચરબીનો ઉપયોગ કરો.

તેમજ જો તમે હાર્ટ એટેકથી બચવા માંગતા હોવ તો જંક, બહારનો ખોરાક, મીઠું અને ખાંડનો ઉપયોગ ઓછો કરો. આ બધા સિવાય તમારા વજનને હંમેશા નિયંત્રણમાં રાખો અને દારૂ ન પીવો.

Tags :