અંડરગારમેન્ટ ખરીદતી વખતે આ વાતો ધ્યાનમાં રાખવી છે જરૂરી
અમદાવાદ, 26 ફેબ્રુઆરી 2019, મંગળવાર
મહિલાઓ પોતાના શરીરના બાહ્ય દેખાવનું ધ્યાન રાખવા માટે ઘણું બધું કરતી હોય છે. પરંતુ જ્યારે વાત આવે આંતરવસ્ત્રોની તો તેઓ શરમ અને સંકોચના કારણે આંતરવસ્ત્રો ખરીદતી વખતે ખાસ ધ્યાન રાખતી નથી. શરીરના શેપને ધ્યાનમાં રાખી અને યોગ્ય કપડા ખરીદતી નથી જેના કારણે અનેક પ્રકારની તકલીફ થઈ શકે છે. સામાન્ય રીતે મહિલાઓ પોતાની પેન્ટી પસંદ કરવામાં ભુલ કરી બેસે છે જેના કારણે તેમને જાહેરમાં પણ સંકોચ અનુભવવો પડે છે. આજે અહીં આવી જ ખાસ વાતો વિશે તમને જાણકારી આપવામાં આવી છે જેને ધ્યાનમાં રાખશો તો તમારે જાહેરમાં સંકોટ અનુભવવો નહીં પડે.
આકારમાં મોટી પેન્ટી ખરીદવી તે સૌથી મોટી ભુલ છે. એક તો શરીરને અનુકૂળ હોતી નથી અને વળી તેનો મોટો શેપ ટ્રાઉઝર કે જીન્સમાં બહાર તરફ દેખાય છે. એટલા માટે એવી પેન્ટી જ ખરીદવી કે જેમાં ઉપર તરફ પટ્ટી ન હોય અને આકારમાં પણ તે મોટી ન હોય.
પેન્ટી ખરીદતી વખતે તેના કપડાને પણ ધ્યાનમાં રાખવું જોઈએ. તમારી ત્વચાને અનુકૂળ હોય તેવા કપડાની જ પેન્ટી લેવી યોગ્ય રહે છે. જેમકે ગરમીના દિવસોમાં કોટન કે પછી હોઝીયરીની પેન્ટી પહેરવી જોઈએ. ગરમીના દિવસોમાં જાડા કાપડની પેન્ટી પહેરવાથી ત્વચાને નુકસાન થાય છે અને બીમારીઓ પણ થઈ શકે છે.
દરેક કંપનીની પેન્ટીની સાઈઝમાં ફેરફાર હોય જ છે. તેથી પેન્ટીની પસંદગી એક જ સાઈઝની કરવી પણ ભુલ સાબિત થઈ શકે છે. જો યોગ્ય સાઈઝની પેન્ટી પહેરવામાં ન આવે તો શરીરનો આકાર પણ ખરાબ થઈ શકે છે. આ ઉપરાંત વધારે પડતી મોટી કે નાની પેન્ટી માસિક સમયે પણ સમસ્યા ઊભી કરી શકે છે.
શરીરના શેપમાં સમયાંતરે ફેરફાર થતો જ રહે છે તેથી પેન્ટી પણ બદલતી રહેવી જરૂરી છે. યોગ્ય સાઈઝની ન હોય તેવી પેન્ટી પહેરવી ન જોઈએ.