Get The App

સ્વાસ્થ્ય માટે શું છે ફાયદાકારક? હળદર વાળું દૂધ કે હળદર વાળું પાણી?

Updated: May 9th, 2024

GS TEAM


Google News
Google News
સ્વાસ્થ્ય માટે શું છે ફાયદાકારક? હળદર વાળું દૂધ કે હળદર વાળું પાણી? 1 - image


Image:Freepik

શરીરમાં કોઇ પણ જાતનો દુઃખાવો કે શરદી-ખાંસી થાય ત્યારે હળદરવાળું દૂધ પીવાનું કહેવામાં આવે છે. હળદર હીલિંગ ગુણધર્મોથી ભરપૂર છે જેનું કર્ક્યુમિન એન્ટીઑકિસડન્ટ રોગપ્રતિકારક શક્તિને સુધારે છે.આ સિવાય ઘણા લોકોને સવાલ થાય કે, શરીરના સ્વાસ્થ્ય માટે હળદર વાળું દૂધ કે હળદર વાળું પાણી બંનેમાંથી શું યોગ્ય છે? તો બંનેના ફાયદા જાણી લઇએ.

હળદરનું પાણી પીવાથી પિત્ત ઉત્પન્ન થાય છે. આ ઉપરાંત ખોરાકનું પાચન પણ યોગ્ય રીતે થાય છે. હળદરવાળું દૂધ પેટ ફૂલવું, ગેસ અને અપચો જેવી સમસ્યાઓમાં રાહત અપાવે છે.

હળદરમાં કર્ક્યુમિન હોય છે. જો તમારા શરીરમાં કોઈ પ્રકારનો સોજો છે તો તમે હળદરનો ઉપયોગ કરી શકો છો. તેને દૂધમાં ભેળવીન પીવાથી સંધિવા અને સાંધાના દુખાવામાં આરામ મળે છે.

આ સિવાય હળદરમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે,જે રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે તે શરીરના નાના-મોટા ચેપથી પણ રાહત આપે છે. 

સ્વાસ્થ્ય માટે શું છે ફાયદાકારક? હળદર વાળું દૂધ કે હળદર વાળું પાણી? 2 - image

ગરમ દૂધમાં હળદર ભેળવીને પીવાથી સારી ઊંઘ આવે છે. સાથે જ મન પણ શાંત રહે છે. ગરમ દૂધમાં હળદર ભેળવીને પીવાથી ત્વચા અને વાળ સારા રહે છે.

હળદરનું પાણી અથવા દૂધ પીવાથી શરીર ડિટોક્સ થાય છે. લીવરને સાફ કરવાની સાથે તે આખા શરીરને ડિટોક્સિફેશન કરે છે.

Tags :