પ્રવાસીઓએ સામાનમાં આ ચીજવસ્તુઓનો સમાવેશ કરવો
- વિદેશ જતા વિદ્યાર્થીઓ માટે 'લગેજનું ચેકલીસ્ટ' બનાવવુ અને આયોજન મુજબ ખરિદવુ જોઈએ જેથી ટેન્સન મુક્ત રહેવાય
અમદાવાદ એરપોર્ટ પર દરરોજ ઓછામાં ઓછો એક કિસ્સો તો એવો બનતો જ હશે જેમાં યુવાન દીકરો કે દીકરી વિદેશ અભ્યાસ કરવા જતા હોય અને કુટુંબના નજીકના સભ્યો અને મિત્રો સાથેનું ટોળું એ યુવાન કે યુવતી દેખાતા બંધ થઈ જાય ત્યાં સુધી દૂરથી તેને જોતા હોય.
વિદેશમાં જેમ-જેમ ભણવા જવાની તક વધતી ગઈ છે એમ ભારતીય અને એમાં પણ ખાસ ગુજરાતી વિદ્યાર્થીઓ યુરોપ, ઓસ્ટ્રેલિયા કે અમેરિકાની શૈક્ષણિક સંસ્થાઓ પસંદ કરી રહ્યા છે. અભ્યાસ કરવા જતા હોઇએ ત્યારે તમામ તૈયારીઓ ઘણી મહત્ત્વની ગણાતી હોય છે.
વજનના અલગ-અલગ નિયમોને કારણે શું લઈ જવું એનું પણ લિસ્ટ બનાવવું એ આપણા ગુજરાતીઓની આગવી શૈલી છે. આ કારણે જ કઈ-કઈ ચીજવસ્તુઓ વિદેશ અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીના સામાનમાં હોવી ખૂબ જરૃરી છે એના પર કરીએ એક નજર.
વેસ્ટર્નની સાથે-સાથે ઇન્ડિયન કપડાં હોવાં જરૃરી છે. વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા જતા હોય એમાં ભાગ્યે જ કોઈ દેશ હશે જેમાં ગુજરાતી કે ભારતીય સમાજ સક્રિય ન હોય અને એ કાર્યક્રમો માટે આ કપડાં જરૃરી છે. ટુવાલ અને બેડશીટ અહીંયાથી જ લઈ જવા જરૃરી છે.
વિદેશમાં ભાવ ખૂબ જ ઊંચા હોવાથી પ્રેશર કૂકર, ભારતીય મસાલા, વધારે ચશ્મા અને ફ્રેમ, લેન્સ, કેમેરા અને ગુજરાતી-ઇંગ્લિશ બન્ને ભાષાની ડિક્શનેરી અહીંયાથી જ લઈ જવાથી લાંબો સમય સમસ્યા નથી રહેતી. તમારા મેડિકલ રેકોર્ડ્સ જેમકે ભૂતકાળની મેજર બીમારી, એલર્જી અને રસીકરણની સાબિતિ હોવાથી તબિયત ખરાબ થતા ત્યાંના ડોક્ટરોને મદદ મળી રહે છે. નાસ્તો અને ઇન્સ્ટન્ટ કૂકિંગના પેકેટ તો સૌથી પહેલાં પેક કરવામાં આવતા હોય છે એમાં કોઈ સંદેહને સ્થાન નથી. આ ઉપરાંત હેન્ડ-બેગમાં યુનિવર્સિટી કે કોલેજનો લેટર, પાસપોર્ટ, માર્કશીટ અને સર્ટિફિકેટ તો હોય જ છે, પરંતુ એક ડાયરી કે નોટમાં વિદેશમાં રહેતા મિત્રો કે જાણીતાઓના નંબર અને ભારતના કુટુંબીજનોના નંબર રાખવા મદદરૃપ થઈ શકે છે.
અમુક ચીજવસ્તુઓ જેને લઈ જવાની હંમેશાં ના પાડવામાં આવતી હોય છે એમાં પ્રિસ્ક્રિપ્શન વગરની દવાઓ, પાળતુ પ્રાણી, એલ્યુમિનિયમ ફોઇલમાં પેક કરેલ ચીજવસ્તુઓ, ઇલેક્ટ્રોનિક આઇટમ જેમ કે ટોસ્ટર અથવા હેન્ડ ગ્રાઇન્ડર, છોડ અથવા પાંદડા, ડ્રગ્સ, કિંમતી ઘરેણાં, ચપ્પુ કે છરી, દુર્લભ પ્રાણીઓમાંથી બનાવવામાં આવેલી ચીજવસ્તુઓ લઈ જતા હો તો મુશ્કેલીમાં મુકાઈ શકો છો.
વિદેશમાં રહેતા મિત્રોની તમે દરેખ અઠવાડીએ કોલ કરીને અથવા મળીને તેની તેના ખબર અંતર પુછતા કહો જેથી કરીને તમારો મિત્ર તમને ખરા સંજોગોમાં ઉપયોગી બની રહે છે. આને ખાસ કરીને વિદેશી મિત્ર બને તમારો તો તેની સાથે પણ અવર-નવર સંપર્કમાં રહેવુ જરુરી છે જેથી કરીને તમને મદદરૂપ તે થઈ શકે.