ફ્લોરલ બન - બ્રાઇડલ હેરસ્ટાઇલમાં હિટ & હૉટ
દરેક બ્રાઇડ બનનારી છોકરીનું સપનું હોય છે કે લગ્નના દિવસે તે સુંદર દેખાય. એના ડી-ડે એ એનો લુક એકદમ પર્ફેક્ટ હોય. એ માટે તે પૂરતી તકેદારી રાખે છે કે એના કપડાંથી લઇને હેરસ્ટાઈલ બધુ જ પર્ફેક્ટ હોય જો તમારા લગ્ન પણ ટૂંક સમયમાં જ હોય અને તમે હેરસ્ટાઈલને લઇને કન્ફ્યૂઝ હોવ તો હવે એક એકથી ચઢીયાતા ફ્લોરલ બન મળે છે.
જે તમારા વેડિંગ લુકને એકદમ શાનદાર બનાવી દેશે. અનુષ્કા શર્માનો વેડિંગ લુક એ વખતે બહુ ફેમસ થયો હતો. તેણે પોતાના બ્રાઈડલ બનને ટસ્કન હાઈડ્રેંજિયા ફૂલોથી સજાવ્યો હત પરંતુ તમે ઇચ્છો એ ફૂલોનો બન લગાવી શકો છો. તમે આર્ટિફિશિયલ ફૂલોનો પણ ટ્રાય કરી શકો છો.
સાઈડ ફ્લોરલ બન
તમે સગાઈ કે કોકટેલ પાર્ટી માટે તૈયાર થતા હોવ તો સાઈડ ફ્લોરલ બન ટ્રાય કરી શકો છો. આનાથી તમે થોડાં સ્ટાઈલિશ અને ડિફરન્ટ લાગશો.
રેડ ગુલાબ ફ્લોરલ બન
જો તમારે લગ્નમાં ક્લાસી અને રોયલ લુક જોઈતો હોય તો લાલ રંગના ગુલાબનો બનેલો બન ટ્રાય કરો. તે તમારા બ્રાઈડલ લુકમાં ચાર ચાંદ લગાવી દેશે.
આઉટલાઈન્ડ ફ્લોરલ બન
તમને ફ્લોરલ બન ગમે છે પણ તમે વાળને બગીચો નથી બનાવવા માગતા તો ફોટામાં બતાવ્યું છે તેમ ફુલથી આઉટલાઈન આપીને પણ તમે એલિગન્ટ લુક મેળવી શકો છો.
લાઇટ ફ્લોરલ બન
જો તમને લાગતું હોય કે તમે બ્રાઈડલ બનમાં ફૂલ ટ્રાય કરવા માગો છો પણ ભારેભરખમ લુક પસંદ નથી તો તમે મોગરા જેવાં લાઇટ ફૂલો કે બીજું કંઇક યુનિક ટ્રાય કરી શકો છો.