Get The App

માત્ર તિતલી આસન કરવાથી પણ પેટ સંબંધિત બીમારીઓ છૂમંતર થઇ જશે

- ગર્ભવતી મહિલાઓ માટે પણ તિતલી આસન ફાયદાકારક હોય છે

Updated: Jul 23rd, 2020

GS TEAM

Google News
Google News
માત્ર તિતલી આસન કરવાથી પણ પેટ સંબંધિત બીમારીઓ છૂમંતર થઇ જશે 1 - image

નવી દિલ્હી, તા. 23 જુલાઇ 2020, ગુરુવાર 

યોગના માધ્યમથી ઘણી બધી શરીરની તકલીફોથી છૂટકારો મળી શકે છે. પરંતુ આજની વ્યસ્ત લાઇફસ્ટાઇલમાં ઘણા બધા યોગાસન કરવાનો સમય મળી શકતો નથી. એવામાં જરૂરી છે કે કેટલાક એવા આસનો કરવામાં આવે જે એક સાથે ઘણી બધી મુશ્કેલીઓથી રાહત અપાવે છે. આ આસનોની યાદીમાં તિતલી આસન પણ સામેલ છે. જેને બદ્ધકોણાસન પણ કહેવામાં આવે છે. આ એક આસન કરવાથી ઘણી બધી મુશ્કેલીઓ જેવી જે વજન વધારે હોવું, પેટ અને પગની સમસ્યાઓથી રાહત મળે છે. આ સાથે જ ગર્ભવતી મહિલાઓ માટે પણ આ આસન ખૂબ જ લાભદાયી છે. 

તિતલી આસન (બદ્ધકોણાસન) કરવાની રીત 

આ આસનને કરવા માટે દંડાસનની અવસ્થામાં બેસી જાઓ. ત્યારબાદ ઘૂંટણને વાળીને પગના તળિયાને પરસ્પર નમસ્તેની મુદ્રામાં જોડી દો. ધ્યાન રાખો કે થાઇસની માંસપેશિઓ રિલેક્સ મોડમાં રહે. ધીમે-ધીમે ઘૂંટણની ઉપર અને નીચેની તરફ હલનચલન કરાવો. ઘૂંટણને જેટલું શક્ય હોય તેટલું જમીનને સ્પર્શે તેવો પ્રયાસ કરો. 

આ આસનને તિતલી આસન એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તેમાં પગને કોઇ તિતલીની પાંખની જેમ હલાવતા રહીએ છીએ. આમ કરતી વખતે સાવચેત રહેવાની જરૂર છે. જો કોઇના ઘૂંટણમાં ઇજા અથવા સાયટિકાની સમસ્યા છે તો આ આસન કરવાનું ટાળવું જોઇએ. 

તિતલી આસન કરવાથી થાઇસના અંદરના ભાગમાં જમા ચરબીને ઘટાડવામાં મદદ મળે છે. આ સાથે જ સતત ઊભા રહીને કામ કરવા અને થાકની પરેશાનીને દૂર કરી શકાય છે. ગર્ભવતી મહિલાઓએ આ આસન કરવાથી પ્રસુતિ સમયે ઘણી મદદ મળે છે. આ આસન કરવાથી આંતરડા સાફ થાય છે. આ સાથે જ આ આસન કરવાથી યૂરિન સંબંધિત બીમારીઓમાં પણ મદદ મળી રહે છે. 

Tags :