લગ્નની કંકોત્રીમાં નહીં થાય ભુલ, ફોલો કરો આ સરળ tips
અમદાવાદ, 25 નવેમ્બર 2018, રવિવાર
ઘરમાં લગ્ન હોય એટલે તેની તૈયારીઓ મહિનાઓ પહેલાથી શરૂ થઈ જાય છે. લગ્નની તૈયારીઓમાં હજારો કામ હોય છે. તેવામાં લગ્નની કંકોત્રી છપાવવી અને તે પણ કોઈપણ પ્રકારની ભુલ વિના તે મુશ્કેલ કામ સાબિત થાય છે.
લગ્નની કંકોત્રીમાં લગ્નની વિધિની વિગતો, મુખ્ય વ્યક્તિઓના નામ, સરનામા વગેરે વસ્તુઓનો સમાવેશ કરવો તે જવાબદારીવાળું કામ હોય છે. આ કામને સરળ રીતે અને ભુલ વિના કરવા માટે અહીં કેટલીક ટીપ્સ આપવામાં આવી છે. આ ટીપ્સ ફોલો કરોશો તો તમારી કંકોત્રીમાં કોઈ ભુલ રહેશે નહીં.
1. લગ્નની કંકોત્રીમાં ભડકીલા રંગ અને ડિઝાઈન રાખવાથી ટાઈપિંગ મિસટેક રહી જાય છે. એટલા માટે કાર્ડમાં જે પણ છપાવવાનું હોય તેને પહેલા સાદા કાગળ પર લખી તેમાં શબ્દોની અને વ્યાકરણની ભુલ નથી તે ચકાસી લેવું.
2. આજકાલ ફેશન છે પરંતુ કંકોત્રી કે કાર્ડ જેટલા સિમ્પલ રહે તેટલી ઓછી ભુલ થશે. એટલા માટે કાર્ડમાં વધારે પડતી ડિઝાઈન ન રાખવી કે ન તો તેમાં રંગ ભડકીલા રાખવા. કાર્ડ સાદું અને સુંદર હશે તો સરળતાથી વાંચી શકાશે.
3. લગ્નમાં થીમનું ચલણ વધારે પડતું છે પરંતુ આ થીમને કાર્ડથી દૂર રાખવી. કોઈપણ થીમ હોય તેના આધારે કાર્ડ બનાવશો તો કાર્ડનો દેખાવ બગડી જશે.
4. કાર્ડમાં હંમેશા એ ભાષાનો જ ઉપયોગ કરવો જે લોકો સમજી શકતા હોય.