હોળીના રંગોને કારણે શું તમારા વાળપણ ખરાબ થઇ ગયા છે? તો આ 5 ઘરગથ્થુ ઉપાયો થશે ઉપયોગી
Holi Hair Care Tips: હોળી રંગોનો તહેવાર છે તેથી આ દિવસે લોકો રંગોનો ઉપયોગ તો સ્વાભાવિક છે. મોટેભાગે આ રંગોમાં કેમિકલ હોય છે. જે સ્કિન અને વાળને નુકસાન પહોંચાડે છે. તો એવામાં કયારેક કેમિકલ એલર્જીનું કારણ બને છે, જેના કારણે નાના પિમ્પલ્સ સાથે ખંજવાળ, શુષ્કતા અને ડેન્ડ્રફ થાય છે. આવી સ્થિતિમાં તમે તમારા વાળને ઘરે સરળતાથી ઠીક કરવા શું કરી શકો તે જોઈ લઈએ.
આ ઘરગથ્થુ ઉપાય ડેમેજ વાળને કરશે ઠીક
1. નારિયેળ તેલથી માલિશ કરો
નારિયેળ તેલ વાળ માટે બેસ્ટ માનવામાં આવે છે. તમે આ તેલમાં કપૂર પાવડર મિક્સ કરીને પણ લગાવી શકો છો. કપૂર એન્ટી-ફંગલ છે, જે બેક્ટેરિયાનો નાશ કરી શકે છે. તમે તેને વાળના મૂળ અને માથાની ચામડી પર હળવા હાથે લગાવો અને તેને 30 મિનિટથી 1 કલાક સુધી રહેવા દો, પછી તેને ઠંડા પાણીથી ધોઈ લો.
2. એલોવેરા જેલ લગાવો
એલોવેરા ઠંડક આપે છે, જે વાળમાં ખંજવાળ અને ડ્રાયનેસને ઘટાડવામાં મદદ કરી શકે છે. જો તમારી પાસે નેચરલ એલોવેરા જેલ નથી, તો તમે કોઈપણ સારી ગુણવત્તાની એલોવેરા જેલ પણ લગાવી શકો છો. એલોવેરા જેલને લીંબુના રસમાં મિક્સ કરીને લગાવવાથી પણ ફાયદો થશે.
3. લીમડાના પાનથી વાળ ધોઈ લો
તાજા લીમડાના પાનને પાણીમાં ઉકાળો અને પછી તેને ઠંડુ કરો અને આ પાણીથી વાળ ધોઈ લો. જો તમે ઈચ્છો તો લીમડાના પાનની પેસ્ટ બનાવીને શેમ્પૂની સાથે પણ લગાવી શકો છો.
4. ઘીથી માલિશ કરો
વાળની તમામ સમસ્યાઓને દૂર કરવામાં ઘી પણ ફાયદાકારક છે. ઘીથી માથાની ચામડી પર માલિશ કરવાથી ડ્રાયનેસ અને ખંજવાળ આવતી નથી.
5. દહીં અને મધનો ઉપયોગ
દહીં અને મધનું મિશ્રણ વાળમાં લગાવો અને 20 મિનિટ સુધી રહેવા દો. તે વાળમાંથી માત્ર કલર જ દૂર નહી કરે પરંતુ તે વાળને સ્વસ્થ અને ચમકદાર પણ બનાવે છે.