આ સરળ કામ કરી કોઈપણ ઉંમરે વધારે ઊંચાઈ
અમદાવાદ, 7 માર્ચ 2019, ગુરુવાર
નાનપણમાં દોરડા કુદવા જેવી કસરતો કરવાની સલાહ અનેકવાર મળે છે. આ રમત કરવાથી શરીરના સ્નાયૂ મજબૂત થાય છે અને ઊંચાઈ પણ વધે છે. શરીરને ચુસ્ત અને મજબૂત રાખવું હોય તો સવારે અને સાંજે દોરડા કુદવા જોઈએ. દોરડા કુદવાથી શરીરને અન્ય લાભ પણ થાય છે. કયા કયા છે આ લાભ જાણી લો સૌથી પહેલા.
હાથ મજબૂત થશે
જે વ્યક્તિ રોજ દોરડા કુદે છે તેના હાથની કસરત સારી રીતે થઈ જાય છે. દોરડા કુદતી વખતે હાથ અને ખભાના સ્નાયૂ મજબૂત બને છે.
ઊંચાઈ વધે છે
જો બાળકની ઊંચાઈ વધતી ન હોય તો તેને રોજ દોરડા કુદવાની આદત પાડો. દોરડા કુદવાથી બાળકની લંબાઈ ઝડપથી વધે છે.
વજન ઘટે છે
દોરડા કુદવાથી શરીર ગતિમાન થાય છે. ધીરેધીરે વજન પણ ઘટે છે. વજન ઘટવાથી 15થી 20 મિનિટ દોરડા કુદવા જોઈએ.
ગોઠણ, કમરનો દુખાવો દૂર થાય છે
દોરડા કુદવાથી ગોઠણ, કમર અને એડીનો દુખાવો દૂર થાય છે. ગોઠણના સ્નાયૂ પણ મજબૂત થાય છે.
કેલરી ઘટે છે
રોજ દોરડા કુદવાથી શરીરની વધારાની કેલરી બર્ન થાય છે. તેનાથી શરીર સ્લિમ ટ્રીમ થાય છે.
કાંડા મજબૂત થાય છે
દોરડા કુદવાથી હાથના કાંડા મજબૂત થાય છે.