તાપસી પન્નુની મનમોહક સુંદરતાનું આ છે રહસ્ય... જાણો
અમદાવાદ, તા. 18 માર્ચ 2020 બુધવાર
ત્વચા પર કુદરતી નિખાર લાવવા માટે તાપસી ઓર્ગેનિક અને નેચરલ પ્રોડક્ટસનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. તેમજ ત્વચાને સ્વસ્થ અને હાઇડ્રેટ રાખવા માટે પૂરતા પ્રયાસ કરે છે. ત્વચાને હેલ્ધી રાખવા માટે એલોવેરાનો ઉપયોગ કરે છે.
હેર ટિપ્સ
વાળ સાથે વધુ એક્સપરિમેન્ટ કરવો તાપસીને પસંદ નથી. તે નેચરલી કર્લી વાળથી ખુશ છે. તે કલર્સ અને વાળને સ્વસ્થ રાખવા માટે નિયમિત રીતે વાળમાં મસાજ કરે છે. શેમ્પૂ પછી કંડિશનરનો ઉપયોગ અવશ્ય કરે છે.
મર્યાદિત પ્રમાણમાં સૌંદર્ય પ્રસાધનનો ઉપયોગ
તેની મેકઅપ કિટમાં ગણતરીની જ ચીજવસ્તુઓ હોય છે. જેવી કે મસ્કરા, લિપસ્ટિક, કાજળ ખાસ સાથે રાખે છે. તેને શૂટિંગ પર નથી હોતી ત્યારે મેકઅપ કરવો પસંદ નથી. મેકઅપ માટે તે મ્યૂટ અને કોપર શેડ્સ પસંદ કરે છે જેથી નેચરલ લુક બરકરાર રહે.
ખૂબસૂરત દેખાવા માટે સૌથી જરૂરી
તાપસીનું કહેવું છે કે, ખૂબસૂરતીને જાળવી રાખવા માટે ફિઝિકલ એક્ટિવિટીઝ મહત્વની છે. તેનું માનવું છે કે, વ્યાયામ, વોક, જિમનેશિયમ અને યોગ કરવાથી શરીરમાં રક્તસંચાર વધે છે. જે ત્વચાને નિખારવામાં મદદ કરે છે. તેથી નેચરલ બ્યુટી માટે એક્સર્સાઈઝને રૂટિન બનાવવાનો આગ્રહ રાખે છે.
ડાયટ
તાપસીનું માનવું છે કે, આપણા સ્વાસ્થ્યનો પ્રભાવ સુંદરતા પર પડે છે. તેથી રોજિંદો આહાર પોષક તત્વોથી ભરેલો હોવો જોઇએ. જેથી શરીર સ્ફૂર્તિલુ રહે તેમ જ બ્લડ સરક્યુલેશન વ્યવસ્થિત થાય. રાતના આઠ વાગ્યા પહેલા તે ડિનર કરી લે છે. જેથી શરીરને ભોજન પચાવવાનો પૂરતો સમય મળે.