જો તમને રાત્રે ઊંઘ ન આવતી હોય તો આ યોગાસન કરી જુઓ
- તણાવભરી લાઇફસ્ટાઇલમાં મોટાભાગના લોકોને ઊંઘ ન આવવાની સમસ્યા રહે છે
- દરરોજ સવારે આ યોગાસન કરવાથી થોડાક જ દિવસમાં લાભ જોવા મળશે
નવી દિલ્હી, તા. 14 જુલાઇ 2020, મંગળવાર
આજકાલ તણાવભરી લાઇફમાં ઘણા બધાને ઊંઘ ન આવવાની સમસ્યા રહે છે. જેના કારણે હાઇ બીપી અને હાઇપર ટેન્શનની સમસ્યા જન્મ લે છે. આ સાથે જ શરીરને પણ સરખો આરામ નથી મળી શકતો. પરંતુ યોગાસનની મદદથી ઊંઘ ન આવવાની સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે. બસ દરરોજ સવારે આ યોગાસનને નિયમિત કરો. થોડાક જ દિવસમાં અસર જોવા મળશે.
હસ્તપાદાસન
હસ્તપાદાસનને દરરોજ કરવાથી શરીરમાં ખેંચાણ ઉત્પન્ન થાય છે. જેના કારણે શરીરમાં લોહીનું પરિભ્રમણ વધે છે. નર્વસ સિસ્ટમ ઠીક કરવામાં અને કમરના દુખાવામાં આ આસન રાહત અપાવે છે.
બાલાસન
આ યોગાસનને ચાઇલ્ડ પોઝ પણ કહેવામાં આવે છે. આ આસન કરવાથી કમરનો દુખાવો ઠીક કરવાની સાથે જ નર્વસ સિસ્ટમને પણ ઠીક કરે છે. જેના કારણે ઊંઘ ન આવવાની સમસ્યા દૂર થઇ જાય છે.
બદ્ધકોણાસન
આ આસનને તિતલી આસન પણ કહેવામાં આવે છે. સતત ઉભા રહેવાને કારણે લાગતા થાકને દૂર કરવામાં આ આસન ઉપયોગી સાબિત થાય છે. આ સાથે જ આ આસન કરવાથી ઇનર થાઇ, ઘુંટણો અને પગના જોઇન્ટ્સના દુખાવાથી રાહત મળે છે. જેના કારણે સારી ઊંઘ મળે છે.
વિપરીત કરણી આસન
આ આસન કરવા માટે યોગા મેટ પર આરામથી સૂઇ જાઓ. હવે તમારા હાથોને સીધા જમીન પર રાખીને પગને ઉપરની તરફ ઉઠાવવાનું શરૂ કરો. પગને એટલી ઊંચાઇ સુધી ઉઠાવો કે 90 ડિગ્રીનો કોણ બની શકે. હવે આખા પગ ઊંચા કરીને કમર પાસે તકિયું મુકી દો. અને તમે આ અવસ્થામાં લગભગ પાંચ મિનિટ સુધી રહી શકો છો.