શિયાળામાં થતી ત્વચાની સમસ્યા દૂર કરવા અજમાવો આ ટીપ્સ
નવી દિલ્હી, 29 નવેમ્બર 2019, શુક્રવાર
શિયાળાની સીઝન નજીક આવતા જ ત્વચાની અનેક સમસ્યાઓ સતાવા લાગે છે. ડ્રાય સ્કીન, ડેડ સ્કીન થવાથી ચહેરોની રોનક છીનવાઈ જાય છે. પરંતુ આ સમસ્યાને દૂર કરવા કેટલીક સરળ ટીપ્સ ફોલો કરવામાં આવે તો શિયાળામાં પણ સૌંદર્ય નીખરી જાય છે.
આઈબ્રો ડેંડ્રફ
ડેંડ્રફ એટલે કે ખોડો વાળની સમસ્યા છે. પરંતુ શિયાળામાં આઈબ્રોમાં પણ ડેંડ્રફ થઈ શકે છે. એટલા માટે રાત્રે ચહેરો ધોતી વખતે આઈબ્રો પર પણ ફેસ વોશ લગાવો. આ ડેંડ્રફ દૂર ન થાય ત્યાં સુધી આઈ મેકઅપ કરવાનું ટાળવું.
નાકની ત્વચાનું ફાટવું
ઠંડી અને ગરમીની અસરના કારણે નાકને સુકાવા લાગે છે. તેવામાં નાકની ત્વચા પર હાઇડ્રેટીંગ મોઇશ્ચરાઇઝર અથવા સેરામાઇડ્સયુક્ત ક્રીમ લગાવો. આ તમારી ત્વચાને સુકાશે નહીં.
હાથની રુક્ષ ત્વચા
શિયાળાની સૌથી વધારે અસર હાથ પર થતી હોય છે. હાથમાં ઓઈલ ગ્લેંડ ઓછા હોય છે. આ ઉપરાંત વારંવાર હાથ ધોવાના કારણે હાથનો ભેજ પણ દૂર થઈ જાય છે. આથી બહાર નીકળતા પહેલાં હંમેશા ગ્લિસરિનયુક્ત હેન્ડ ક્રીમ લગાવો. આ સિવાય હાથ પર બદામ તેલની માલિસ પણ કરી શકાય છે.
ડ્રાય લેગ
હાથની જેમ પગમાં પણ ઓઈલ ગ્લૈંડ નથી હોતા અને તેથી તે જલ્દીથી સુકા દેખાવા લાગે છે. ઠંડીમાં ગરમ પાણીથી નહાવાના કારણે પણ પગ ડ્રાય થઈ જાય છે. તેથી હંમેશાં નવશેકા પાણીથી સ્નાન કરો અને ત્વચા પર બોડી બટર લગાવો જેથી ત્વચા કોમળ રહે.
તૈલીય ત્વચા
શિયાળામાં ત્વચામાંથી કુદરતી રીતે તેલ નીકળે છે. તેવામાં ઓઈલી મોઈશ્ચુરાઈઝર લગાવવાથી ત્વચા વધારે તૈલીય બને છે. ત્વચાના પીએચ બેલેન્સને જાળવવા માટે હાઇડ્રેટિંગ ફોર્મ્યુલા મોઈશ્ચુરાઈઝર જ લગાવવું.
ફાટેલા હોઠ
શિયાળામાં દરેકને ડ્રાય લિપ્સની તકલીફ સતાવે છે. તેના માટે સૌથી પહેલા હોઠ ચાવવાની, હોઠ પર જીભ ફેરવવાની ટેવ હોય તો તરત જ તેને છોડી દો. હોઠ પર મોઇશ્ચરાઇઝિંગ ઓઈલમાં ખાંડના દાણા મસાજ કરો અને પછી લિપ બામ લગાવો.