Get The App

ભાઇ-બહેનના સંબંધને મજબૂત બનાવવા ફોલો કરો આ ટિપ્સ

Updated: Jul 26th, 2019

GS TEAM

Google News
Google News
ભાઇ-બહેનના સંબંધને મજબૂત બનાવવા ફોલો કરો આ ટિપ્સ 1 - image

અમદાવાદ, તા. 26 જુલાઇ 2019, શુક્રવાર

દુનિયામાં સૌથી વધુ પ્રેમ અને ઝઘડો જો કોઇ વચ્ચે થતો હોય તો તે ભાઇ-બહેનો વચ્ચે થાય છે. તેમની રિલેશનશિપ શેરિંગ અને કેરિંગની હોય છે. તેઓ હંમેશા માટે એકબીજાના બેસ્ટ ફ્રેન્ડસ બનીને રહે છે. પરંતુ તેમના વચ્ચે હંમેશા નજીવી બાબતે ઝઘડાઓ અને રીસામણા-મનામણા થતા રહે છે.

જો આ ઝઘડાઓ વિવાદમાં પરિણામે અને સંબંધમાં કડવાશ પેશી જાય તો, તો જલ્દીથી સંબંધમાં પોતાના ઇગોને છોડીને પ્રેમ રૂપી મીઠાસ ઘોળવી જોઇએ. આખરે ભાઇ-બહેનનો સંબંધ જ એવો છે, કંઇક મીઠો કંઇક ખાટો. આ રક્ષાબંધનના ત્યોહાર પર તમારા સંબંધને વધુ મજબુત બનાવવા માટે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ,

1. જો તમે તમારા મોટા કે નાના ભાઇ-બહેન સાથે ઘણા સમયથી વાતચીત નથી કરી તો, સૌથી પહેલા તેમની સાથે વાતચીત કરવાનું શરૂ કરો. વાતચીત કરવાથી જ મનની કડવાશ દૂર થાય છે. બાળપણની મીઠી યાદોને સાથે બેસીને વાગોળો.

2. ભાઇ-બહેનની કોઇ વાતનું દુ:ખ લગાડવાના બદલે એ વિચારો કે, તેમણે આ વાત તમને પોતાના સમજીને જ કહીં હશે. કોઇ વાતનું ખોટું લાગે તો માફી માંગવાનું કહો, જો કે કોઇ તમારી માફી નહીં માગે, પરંતુ આવું કહેવાથી તમારું મન હળવું થઇ જશે. ભાઇ-બહેનની સફળતાની ઇર્ષા કરવાને બદલે ખુશ થાઓ. તેમની સાથે ઇર્ષાની લાગણી ન રાખો. 

3. બાળપણમાં તમે જયારે અભ્યાસમાં ધ્યાન ન આપતા, ત્યારે માતા-પિતા તમારા ભાઇ-બહેનના વખાણ કરતા. ત્યારે તમને બહુ ખોટું લાગતું, પરંતુ તે ફકત તમને પ્રોત્સાહન આપવા માટે જ કહેતા હતા. જ્યારે કલાસની પરીક્ષામાં સારા માર્ક આવવાના કારણે તમારા નાના ભાઇને પપ્પાએ સાઇકલ લઇ આપી હતી, ત્યારે તમને ખરાબ લાગ્યુ હતુ. આ બધી જ વાતો ભૂતકાળ બની ગઇ છે, તેને તમારા વર્તમાનના સંબંધો પર અસર ના થવા દો. જીવનમાં નવી શરૂઆત કરવા માટે સંબંધોમાં નવી પહેલ કરો, અને સકારાત્મક પગલાઓ લો.  

Tags :