Get The App

જાણો, કયા તેલની મદદથી વાળને પોષણક્ષમ અને મુલાયમ બનાવી શકાય છે?

- મુલાયમ, સ્વસ્થ વાળ તમારી સુંદરતા જ નહીં પરંતુ પર્સનાલિટી પણ નિખારશે

Updated: Oct 27th, 2017

GS TEAM

Google News
Google News
જાણો, કયા તેલની મદદથી વાળને પોષણક્ષમ અને મુલાયમ બનાવી શકાય છે?  1 - image
અમદાવાદ, તા. 27 ઑક્ટોબર 2017, શુક્રવાર 
 
મુલાયમ વાળ જ્યાં આપણી પર્સનાલિટીને નિખારે છે ત્યારે આપણી સુંદરતા વધારવામાં પણ મદદ કરે છે. એટલા માટે પોતાના વાળને સ્વસ્થ, મુલાયમ અને ચમકદાર બનાવવા માટે તેને ભરપૂર પોષણ આપવું ખૂબ જ જરૂરી હોય છે. એટલા માટે આ જાણવું ખૂબ જ જરૂરી છે કે તમારા વાળ માટે કયુ તેલ વાપરવું જરૂરી છે? 
 
- નારિયેળ તેલ વાળ માટે બીજા તેલ કરતા ઘણું ફાયદાકારક છે, તેના ઉપયોગથી ખરતા વાળની સમસ્યાથી ઝડપી છૂટકારો મળે છે. નારિયેળ તેલમાં રેહલ લૉરિક એસિડ માથાની ત્વચાને ઇન્ફેક્શન, ફંગસ અને બેક્ટેરિયાથી બચાવે છે. કેટલાય લોકોને માથામાં ડેન્ડરફ થવાની ફરિયાદ રહેતી હોય છે, નારિયેળનું તેલ આ સમસ્યામાંથી પણ છૂટકારો અપાવશે. 
 
- જો તમે વાળ વધારવા ઇચ્છો છો તો તમે વાળમાં બદામનું તેલ લગાવી શકો છો, કારણ કે તેમાં રહેલ વિટામિન-ઇ વાળની વૃદ્ધિ માટે લાભદાયી છે અને વધતા વાળને પોષણ આપવા માટે બદામનું તેલ સૌથી શ્રેષ્ઠ છે. 
 
- વાળમાં ચમક લાવવા માટે તમે સરસવના તેલનો ઉપયોગ કરી શકો છો, સરસવનું તેલ મિનિરલ અને વિટામિન્સથી ભરપૂર હોય છે, જેનાથી વાળને બાઉન્સ મળે છે અને તેનાથી વાળની ચમક પણ જળવાઇ રહે છે.