આ છે એવા જીવ જે સહવાસ વિના આપે છે બાળકોને જન્મ
અમદાવાદ, 25 ડિસેમ્બર 2018, મંગળવાર
દુનિયામાં અનેક પ્રકારના પ્રાણી વસે છે. આ તમામ પ્રાણીને બચ્ચાને જન્મ આપવા માટે સહવાસ કરવો પડે છે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં એવા પણ જીવ છે જે સહવાસ માણ્યા વિના જ બાળકને જન્મ આપી શકે છે ? નથી જાણતા તો આજે જાણી લો આવા ખાસ જીવ વિશે.
મોર
મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે કારણ કે તે સેક્સ નથી કરતાં. એટલું જ નહીં કહેવાય છે કે મોર જીવનભર બ્રહ્મચારી રહે છે. મોરની આંખમાંથી જે આંસૂ નીકળે છે તેને માદા માર ધારણ કરે છે અને તે ગર્ભવતી થાય છે.
વર્જિન ક્રેબ
મીઠા પાણીમાં રહેતા કરચલા પણ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ કરચલા પર દુનિયાનું ધ્યાન 2003માં ગયું જ્યારે જર્મન જીવવૈજ્ઞાનિકોએ જણાવ્યું કે આ પ્રજાતિમાં માત્રા માદાઓ જ હતી અને તે જાતે જ ક્લોન બનાવી લેતી અને બચ્ચાને જન્મ આપતી
મ્યૂટેશનથી ક્લોન
માર્બલ કેન્સર લૈંગિક પ્રજનનથી કેવી રીતે દૂર થયા તે સ્પષ્ટ થયું નથી. જો કે આ જીનનું વિશ્લેષણ કરવાથી જાણવા મળ્યું કે તે ઉત્તર અમેરિકી ક્રેફિશ પ્રજાતિથી જોડાયેલા છે. વૈજ્ઞાનિકોને આશંકા છે તેમાંથી ક્રેફિશનું મ્યૂટેશન 1990ના દશકમાં થયુ જેના કારણે આ કરચલા લૈંગિક પ્રજનનથી અલૈંગિક પ્રજનન તરફ વળી ગયા. આ પ્રકારના પ્રજનનનો સૌથી મોટો ફાયદો એ છે કે માત્ર એક માદા સમસ્ત પ્રજાતિની શરૂઆત કરી શકે છે.
બ્ડેલોયડી
બ્ડેલોયડી નામનો જીવ પૃથ્વી પર સેક્સ વિના છેલ્લા 4 કરોડ વર્ષથી અસ્તિત્વ ધરાવે છે. આ સમય દરમિયાન પૃથ્વીની સ્થિતીમાં અનેક ફેરફાર થયા પરંતુ આ જીવ હજુ પણ અસ્તિત્વ ધરાવે છે.