Get The App

વારંવાર પેટ ખરાબ રહેતું હોય તો ડાયટમાં આ 5 ગટ ફ્રેન્ડલી ફૂડ સામેલ કરો

Updated: May 27th, 2025

GS TEAM


Google News
Google News
Foods to Improve Your Gut Health


Foods to Improve Your Gut Health: ઉનાળાની ઋતુમાં, પેટ ઘણીવાર ખરાબ થઈ જાય છે. આનું એક કારણ શરીરમાં પાણીની ઉણપ છે. ઘણી વખત બહારનું જંક ફૂડ ખાવાથી પણ પેટ ખરાબ થાય છે. તેમજ મસાલેદાર ખોરાક, પ્રોસેસ્ડ ફૂડ ખાવાથી પણ પેટ ખરાબ થાય છે. તો સામે કેટલીક વસ્તુઓ તમારા પેટ માટે ફાયદાકારક સાબિત થાય છે. તો જો તમારું પેટ દરરોજ ખરાબ રહેતું હોય, તો તમે તમારી ડાયટમાં આ વસ્તુઓ સામેલ કરો. 

1. આદુ

આદુમાં એન્ટી ઇન્ફ્લેમેન્ટરી અને એન્ટી બેક્ટેરિયલ ગુણો હોય છે જે તમારા પેટને રાહત આપે છે. તેમજ જે લોકોને ઉબકા કે પેટમાં દુખાવાની સમસ્યા હોય તેમણે આદુનું સેવન કરવું જોઈએ. આદુ મોર્નિંગ સિકનેસમાં પણ રાહત આપે છે. 

2. અળસી

અળસીના બીજમાં ડાયેટરી ફાઇબર અને ઓમેગા-3 ફેટી એસિડ હોય છે જેના કારણે તે પાચન માટે ખૂબ જ ફાયદાકારક છે.

3. પપૈયું 

પેટ સંબંધિત સમસ્યાઓ માટે પપૈયું ખૂબ જ ફાયદાકારક છે. પપૈયું પાચન પ્રક્રિયાને મજબૂત બનાવવામાં ખૂબ અસરકારક છે. પપૈયામાં એવા પોષક તત્વો હોય છે, જે પેટ સાફ કરે છે અને કબજિયાત દૂર કરે છે. પપૈયાના એન્ટી ઇન્ફ્લેમેન્ટરી ગુણધર્મો પાચનમાં સુધારો કરે છે. તે પાચનથી લઈને હાર્ટબર્ન અને અપચો સુધીની સમસ્યાઓમાં રાહત આપે છે.

આ પણ વાંચો: ખાવાની 5 વસ્તુઓ છોડી મહિલાએ ફક્ત 4 મહિનામાં 25 કિલો વજન ઘટાડ્યું!

4. મિલેટ્સ 

મિલેટ્સ અથવા આખા અનાજને પેટ માટે ફાયદાકારક માનવામાં આવે છે. તમે ઘઉં, ઓટ્સ, ચોખા અને આખા અનાજના ઉત્પાદનો ખાઈ શકો છો. આ વસ્તુઓ પેટ માટે સારી છે. આ વસ્તુઓમાં હાઈ ફાઇબર હોય છે, જે પાચન સમસ્યાઓમાં રાહત આપે છે.

5. કેળા

ફળોમાં, પાકેલા કેળાને પેટ માટે બેસ્ટ ફળ માનવામાં આવે છે. કેળામાં પોટેશિયમ જોવા મળે છે. કેળા ખાવાથી પાચનક્રિયા સુધરે છે અને પેટ સંબંધિત ઘણી સમસ્યાઓ પણ દૂર થાય છે.

વારંવાર પેટ ખરાબ રહેતું હોય તો ડાયટમાં આ 5 ગટ ફ્રેન્ડલી ફૂડ સામેલ કરો 2 - image

Tags :