Get The App

વહેલી તકે છોડી દો આ 4 ખરાબ આદતો, નહીં તો યુવાનીમાં જ દેખાશો વૃદ્ધ!

Updated: Dec 26th, 2023

GS TEAM

Google News
Google News
વહેલી તકે છોડી દો આ 4 ખરાબ આદતો, નહીં તો યુવાનીમાં જ દેખાશો વૃદ્ધ! 1 - image


નવી દિલ્હી,તા. 26 ડિસેમ્બર 2023, મંગળવાર 

આજના ફાસ્ટ-ફોરવર્ડ મોર્ડન જમાનામાં મોટાભાગના લોકો પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકતા નથી. ઝડપી લાઈફસ્ટાઈલની સાથે સંપૂર્ણ અને સંતુલિય આહારની ઉણપ માનવશરીરમાં અનેક સમસ્યાઓને જન્મ આપે છે. શરીરના અંદરના સ્વાસ્ય્,ની સાથે બાહ્ય શરીરને પણ અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. હેલ્થની યોગ્ય કાળજી ન લેવાના કારણે લોકો નાની ઉંમરમાં જ વૃદ્ધાવસ્થાનો શિકાર બનવા લાગ્યા છે. અનેક લોકો નાની ઉંમરમાં જ શારીરિક-માનસિક નબળાઈ, થાક, સફેદ વાળ, ચહેરા પર કરચલીઓ, ચહેરાની ચમક ગુમાવવી અને અન્ય ઘણી ઉંમર સંબંધિત સમસ્યાઓથી પીડાય છે. આજે અમે તમને આજકાલના યુવાનો પણ વૃદ્ધ દેખાય છે તેના 5 કારણો જણાવી રહ્યા છીએ.

પાણીની ઉણપ સર્જશે સમસ્યા :

પાણીની અછત તમને અકાળે વૃદ્ધ બનાવી શકે છે. પાણી ત્વચાના કોષોને ભરાવદાર રાખવામાં મદદ કરે છે જેનાથી કરચલીઓ અથવા વૃદ્ધત્વના ચિહ્નો ઘટાડવામાં મદદ મળે છે. શરીરમાં પાણીની માત્રામાં ઘટાડો એ ઝડપી વૃદ્ધત્વનું સૌથી સામાન્ય પાયાનું પરિબળ છે. અનેક રિસર્ચ રિપોર્ટમાં સાબિત થયું છે કે શરીરને સારી રીતે હાઇડ્રેટેડ રાખવાથી વૃદ્ધત્વની પ્રક્રિયાને ધીમી કરી શકાય છે અને ઘણા જૂના રોગોને પણ આગળ વધતા રોકી શકાય છે.

મીઠું ઝેર સમાન :

તમને જાણીને નવાઈ લાગશે પરંતુ ખોરાકમાં વધુ પડતું મીઠું તમને ઝડપથી વૃદ્ધ કરી શકે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે વધુ પડતું મીઠું શરીરના કોષોને નુકસાન પહોંચાડે છે અને અંતે તે વૃદ્ધત્વની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. મોડી રાત સુધી જાગવાની આદત પણ તમારી વૃદ્ધાવસ્થાને જલદી નોતરૂં આપે છે. તેનાથી તમારા શરીરના મેટાબોલિઝમ પર પણ ખરાબ અસર પડે છે અને તમારે વજન વધવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

ધૂમ્રપાન-તમાકુનું સેવન નુકસાનકારક :

ધૂમ્રપાન અને તમાકુના સેવનથી પણ વ્યક્તિ તેની ઉંમર પહેલા વૃદ્ધ થઈ જાય છે. ધૂમ્રપાનથી ત્વચા પર નકારાત્મક અસર પડે છે. સ્કીન શુષ્ક અને ઢીલી થવા લાગે છે. ધૂમ્રપાન ત્વચા ખીલવવા માટે શરીરમાં રહેલા કોલેજનને તોડતા એન્ઝાઇમના ઉત્પાદનમાં વધારો કરે છે. તેના કારણે ત્વચા વધુ વૃદ્ધ, ઢીલી અને કરચલીવાળી બને છે.

દારૂથી રહો દૂર :

ધૂમ્રપાન-તમાકુનું સેવન તો નુકસાનકારક છે જ પરંતુ સાથે-સાથે દારૂના સેવનથી પણ શરીર અકાળ વૃદ્ધત્વ પામે છે. લીવર, હૃદય, કિડની અને ત્વચા સહિત શરીરના દરેક અંગ માટે આલ્કોહોલ હાનિકારક છે. દારૂનું વ્યસન વૃદ્ધત્વ પ્રક્રિયાને વેગ આપી શકે છે. આ સિવાય તેનાથી મગજ સંબંધિત બીમારીઓ પણ થઈ શકે છે અને સંતાન-પ્રાપ્તિમાં પણ અવરોધક બની શકે છે.

Tags :