શનિવારથી સોમવાર સુધી જન્માષ્ટમી પર મળી રહી છે ત્રણ દિવસની રજા, આ સ્થળે ફરવા જવાનો બનાવો પ્લાન

Updated: Aug 20th, 2024


Google NewsGoogle News
શનિવારથી સોમવાર સુધી જન્માષ્ટમી પર મળી રહી છે ત્રણ દિવસની રજા, આ સ્થળે ફરવા જવાનો બનાવો પ્લાન 1 - image


Image: Wikipedia

Janmashtami Holiday: ભારતમાં દર વર્ષે જન્માષ્ટમી ખૂબ ધામધૂમથી મનાવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ દિવસ મનાવવામાં આવે છે. સ્કુલ અને ઓફિસમાં પણ આ દિવસની રજા હોય છે. આ વખતે જન્માષ્ટમી 26 ઓગસ્ટ, સોમવારના દિવસે મનાવવામાં આવશે. દરમિયાન જે લોકોની શનિવાર અને રવિવારે રજા હોય છે તેમને ત્રણ દિવસની રજા મળી રહી છે. દરમિયાન તમે આ અવસરે પોતાના મિત્રો કે પરિવારની સાથે ટ્રિપ પર જવાનો પ્લાન બનાવી શકો છો. 

બિનસર

તમે ઉત્તરાખંડમાં સ્થિત બિનસર હિલ સ્ટેશન પર પણ જઈ શકો છો. ઉનાળામાં ફરવા માટે આ પરફેક્ટ સ્થળ છે. ત્યાંથી તમને ઝીરો પોઈન્ટ, હિમાલય, નંદા દેવી, કેદારનાથ અને ત્રિશૂળ જેવા પ્રસિદ્ધ શિખરોને જોવાની તક પણ મળી શકે છે. સાથે જ ત્યાં ફરવા માટે વાઈલ્ડલાઈફ સેન્ચ્યુરી છે. જ્યાં તમને જાતભાતના પશુ-પક્ષી અને જાનવર જોવા મળી જશે.

જયપુર

તમે પિંક સિટીના નામથી ફેમસ જયપુરમાં પણ જઈ શકો છો. ત્યાં તમને ફરવા માટે ખૂબ શ્રેષ્ઠ સ્થળો મળશે. જો તમે ઈતિહાસ વિશે જાણવામાં રસ રાખો છો તો તમારા માટે આ સ્થળ ફરવા માટે ખૂબ પરફેક્ટ રહેશે. ત્યાં તમે આમેર કિલ્લો, હવા મહેલ, જંતર મંતર, ગલતાજી મંદિર, આલ્બર્ટ હોલ મ્યુઝિયમ, સંભાર તળાવ, સોમેદ મહેલ, હાથિની કુંડ, સિસોદિયા રાણી પેલેસ અને બગીચા, જલ મહેલ, બિરલા મંદિર, નાહરગઢ કિલ્લો, જયગઢ કિલ્લો, સિટી પેલેસ, રામબાગ પેલેસ, અનૌકિક હેન્ડ પ્રિન્ટિંગનું મ્યુઝિયમ, સ્ટેચ્યુ સર્કલ જયપુર, કનક વૃંદાવન, ઈશ્વર લાટ, મહારાણી કી છત્રી, પન્ના મીના કા કુંડ, ગેટોર, વિદ્યાધર ઉદ્યાન, ગઢ ગણેશ મંદિર, ભૂતેશ્વર નાથ મહાદેવ મંદિર અને પિંક સિટી માર્કેટ ફરવા માટે જઈ શકો છો.

જિમ કોર્બેટ નેશનલ પાર્ક

ત્રણ દિવસની રજામાં ફરવા માટે તમે પોતાના મિત્રોની સાથે જિમ કોર્બેટ નેશનલ પાર્ક પણ જઈ શકો છો. આ જિમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન ભારતના સૌથી જૂના નેશનલ પાર્ક પૈકીનું એક છે. આ ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લામાં રામનગરની પાસે સ્થિત છે. દિલ્હીથી તેનું અંતર લગભગ 250 કિલોમીટર પર છે. ત્યાં તમને હાથી, વાઘ, હરણ, દીપડો, નીલગાય અને રંગબેરંગી પશુ જોવા મળશે. આ સાથે હરિયાળી અને શાંત સ્થળ પર થોડો સમય પસાર કરવાનો સમય મળશે.


Google NewsGoogle News