મગરના ચામડાથી બની છે આ કારની સીટો અને ડેશબોર્ડ, શું છે આ કારની કિંમત?


-વર્ષ 2018 માં, રોલ્સ-રોયસ કંપનીએ બિલેનીયર એડિશન તરીકે કાર લોન્ચ કરી

નવી દિલ્હી,તા. 26 ઓક્ટોબર 2022, બુધવાર 

અત્યાર સુધી તમે કારમાં કાર્બન ફાઈબર અને એલ્યુમિનિયમના ઉપયોગ વિશે સાંભળ્યું જ હશે. શું તમે ક્યારેય કાર અથવા બાઇકમાં મગરના ચામડાની બનેલી સીટો વિશે સાંભળ્યું છે? લગભગ દરરોજ નવા ફીચર્સમાં બાઇક અને કાર લોન્ચ થાય છે. તમામ કાર અને બાઇકની અલગ-અલગ સુવિધાઓ અને કિંમતો હોય છે. મોટાભાગના લોકો તેની કિંમત અને ફીચર્સ જોતા પહેલા લુક અને ડિઝાઇન વિશે વાત કરે છે. દેખાવ અને ડિઝાઇન પસંદ કર્યા પછી લોકો તેના ફીચર્સ જુએ છે. સુપર લક્ઝરી કાર નિર્માતા કંપની રોલ્સ રોયસે અબજોપતિની કાર લોન્ચ કરી છે. આ કારની કિંમત અને તેના ફીચર્સને કારણે તેની ઘણી ચર્ચા થઈ રહી છે.

રોલ્સ રોયસ કંપનીએ સૌથી પહેલા વર્ષ 2018માં બિલેનીયર એડિશન તરીકે એક કાર લોન્ચ કરી હતી. કંપનીએ તેનું નામ રોલ્સ-રૉયસ કલિનન Billionaire Edition રાખ્યું હતું. કંપનીનો દાવો છે કે આ કારને માત્ર અબજોપતિ લોકોને ધ્યાનમાં રાખીને  બનાવવામાં આવી છે. આ કાર માત્ર એક જ એડિશનમાં ઉપલબ્ધ છે.

-કંપનીએ તેનું નામ રોલ્સ-રૉયસ કલિનન Billionaire Edition રાખ્યું છે

-આ કારની સીટ, ડેશબોર્ડ અને ઈન્ટરફેસમાં એલીગેટર લેધરનો ઉપયોગ કરાયો છે.

Rolls Royce Cullinan V12 કાર પણ ભારતીય બજારમાં ઉપલબ્ધ છે. આ 5 સીટર કાર છે. ઊંચી કિંમતને કારણે માત્ર અબજોપતિ જ તેને ખરીદી શકે છે. Rolls-Royce Cullinanની કિંમત 6.95 કરોડ રૂપિયા છે. આ કારની સીટો એલિગેટર લેધરની બનેલી છે. સીટ સિવાય, ઇન્સ્ટ્રુમેન્ટ પેનલ ડેશબોર્ડ પર એલિગેટર લેધરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. વાઈ-ફાઈ હોટસ્પોટ સાથે તેમાં ઘણી નવીનતમ સુવિધાઓ પણ છે.

City News

Sports

RECENT NEWS