કેન્સર જેવી બીમારીઓથી બચાવશે સૂંઠ, જાણો વૈજ્ઞાનિક અને આયુર્વેદિક લાભ
Ginger and Its Constituents: સૂંઠ, જેને સામાન્ય રીતે સૂકું આદુ અથવા સૂકા આદુના પાવડર તરીકે ઓળખવામાં આવે છે. ભોજન અને આયુર્વેદમાં સૂંઠનું ઘણું મહત્ત્વ છે. તેનો ઉપયોગ માત્ર મસાલાના રૂપે જ નહીં પણ કુદરતી દવા તરીકે પણ કરવામાં આવે છે. તે બળતરા વિરોધી ગુણધર્મોથી સમૃદ્ધ છે જે ઉધરસ અને શરદીની સારવાર અને પાચનમાં સુધારો કરવામાં મદદ કરે છે. જ્યા આદુમાં તાજગી અને તીખાસ હોય છે, ત્યારે સૂંઠમાં એક ખાસ પ્રકારની ગરમી અને ઔષધીય શક્તિ હોય છે, જે બિલકુલ અલગ હોય છે. આદુને સુકાવીને સૂંઠને બનાવામાં આવે છે, પણ સુકાવાની પ્રક્રિયા દરમિયાન તેના ગુણધર્મોમાં ઘણા ફેરફારો થાય છે. આજ કારણ છે કે સૂંઠ અને આદુ બંનેની અસર જુદી જુદી જોવા મળે છે. ખાસ કરીને વરસાદની સિઝનમાં, જ્યારે શરીરમાં રોગપ્રતિકારક શક્તિની ક્ષમતા નબળી હોય છે, ત્યારે સૂંઠનું સેવન કરવાથી શરીરને મજબૂતી મળે છે.
અમેરિકાની નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિન પ્રમાણે, સૂંઠમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફાઈબર, ફોલિક એસિડ, વિટામિન સી અને વિટામિન એ જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેની સિવાય, તેમાં જિંજેરોલ્સ, શોગોલ્સ, જિંગિબેરીન, લિલાલૂલ, લીમોનીન અને ગેરાનિયોલ જેવા જૈવિક તત્વ હોય છે.
સૂંઠમાં રહેલા જિંજેરોલ્સ, શોગોલ્સ પાચનમાં મદદરૂપ થાય છે. તેમજ બળતરા ઘટાડવા, દુખાવો દૂર કરવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદરૂપ થાય છે. તેનાથી ગેસ, અપચો, શરદી-ઉધરસ, ગળામાં દુખાવો અને સાંધાનો દુખાવા મટી જાય છે. ઉપરાંત, સૂંઠમાં એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો પણ હોય છે જે શરીરમાં હાજર હાનિકારક તત્વોને ઘટાડે છે અને કેન્સર જેવા રોગોને રોકવામાં મદદ કરી શકે છે.
સૂંઠની ખાસ વાત એ છે કે તેની અસર શરીરને ગરમી આપશે, તેથી તેને ઠંડીની સિઝનમાં કે ભેજવાળા હવામાનમાં તેને ખાસ ફાયદાકારક માનવામાં આવે છે. સૂંઠ કફને પણ સંતુલિત કરે છે. સૂંઠની બનાવેલી ચા અથવા ઉકાળો શિયાળામાં ઉર્જા અને હૂંફ આપે છે. તે સાથે જે લોકોને ઇરિટેબલ બાઉડ્ સિડ્રોમાં (IBS) ની સમસ્યા થાય છે, તેમની માટે સૂંઠ રામબાણ છે. જો સૂંઠને ઘી સાથે મિક્સ કરી ખાવામાં આવે તો તે પેટની બીમારીને દૂર કરે છે. સૂંઠનું પાણી નિયમિત પીવાથી ઇમ્યુનિટી મજબૂત રહે છે અને વારંવાર બીમાર પડવાની સંભાવના ઓછી થઈ જાય છે.