અહીં જલદી વધે છે સેલેરી, જાણો આ વિશે વધુ
ભારતમાં નોકરી કરતાં મોટાભાગના લોકોને એવી ફરિયાદ હોય છે કે સેલેરી વર્ષમાં એકવાર જ વધે છે. જો કે કામ તો બધાએ 365 દિવસ કરવું જ પડે છે. જો તમે ભારતના આ શહેરમાં નોકરી કરવા જવા માગતા હોવ તો આ અહીં એની માહિતી અહીં આપવામાં આવી છે.
તમને નવાઈ લાગશે કે આ કોઈ બીજું શહેર નહીં પણ મુંબઈ છે. મુંબઇમાં પરિવાર દિઠ આવકનો દર 2014-18માં દુનિયાના 32 શહેરોમાં 32માં સ્થાને છે. આ માહિતી નાઈટ ફ્રન્ટના વૈશ્વિક અહેવાલ અર્બન ફ્યૂચર્સથી પ્રાપ્ત થઇ છે.
રિયલ એસ્ટેટમાં મોંઘુ છે આ શહેર
રિપોર્ટમાં કહેવાયુ છે કે આવકમાં વધારો થવાને લીધે છેલ્લાં પાંચ વર્ષોમાં ઘરની કિંમતમાં થયેલા સામાન્ય વધારામાં રાહત મળી છે.ઘરની કિમંતમાં થોડો ઘટાડો થવાને લીધે મુંબઈ દુનિયાના અન્ય શહેરોની સરખામણીએ વધુ સસ્તુ શહેર બન્યું છે. જો કે ભારતના રિયલ એસ્ટેટની વાત કરીએ તો આજે પણ તે સૌથી મોંઘુ શહેર છે.
આટલો થયો વધારો
નાઈટ ફ્રેન્કે પોતાના અહેવાલમાં કહ્યું છે કે ઘરની કિંમતો તુલનાત્મક રીતે બહુ ધીમી એટલે કે 8 ટકાના દરે વધી છે. જ્યારે પરિવારનો સરેરાશ આવકદર 2018માં પૂર્ણ થયેલા પાંચ વર્ષના સમયગાળામાં 20.4 ટકાથી વધારે રહ્યો.
આ સર્વેક્ષણમાં ઘરની કિંમત અને આવક વચ્ચેના અંતરને સમજવા માટે દુનિયાના 32 શહેરોનું મુલ્યાંકન કરવામાં આવ્યું હતું. સન ફ્રાન્સિસ્કોનો આવક વૃદ્ધિ દર 25 ટકા છે જ્યારે એમ્સટર્ડમમાં ઘરની કિંમતોમાં વધારો સૌથી વધારે 63.6 ટકા છે.