Updated: May 21st, 2023
![]() |
Image Envato |
તા. 21 મે 2023, રવિવાર
આજે આંતરરાષ્ટ્રીય ચા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. દુનિયામાં ચા પીનારાઓની સંખ્યા રોજે રોજ વધતી જાય છે. મોટાભાગના લોકોને સવારે ઉઠતાની સાથે જ બેડ ટી પીવાની આદત હોય છે. ચાની ઘણી જાતો છે પરંતુ મોટાભાગના લોકો દૂધ સાથે બનાવવામાં આવતી ચા પીવાનું પસંદ કરતા હોય છે. જો કે કેટલાક લોકો હર્બલ ટી પણ છે, જે દૂધની ચા કરતાં ઘણી વધુ ફાયદાકારક છે. અને ગ્રીન ટી તેમાની જ એક ચા છે. આ હર્બલ ટીમાં અનેક પ્રકારના ઔષધીય ગુણો રહેલા છે. કેટલાક લોકો વજન ઘટાડવા માટે ગ્રીન ટીનું સેવન પણ કરે છે. આવો જાણીએ ગ્રીન ટી પીવાના ફાયદા શું છે.
ગ્રીન ટીમાં રહેલા પોષક તત્વો
ગ્રીન ટીના ઘણા પ્રકાર છે અને તેમાં કેટલીયે પ્રકારના પોષક તત્વો પણ રહેલા હોય છે. માચા, જાસ્મીન, મોરોક્કન વગેરે ગ્રીન ટીના પ્રકાર છે. તેમાં રહેલા પોષક તત્વોની વાત કરીએ તો આ ગ્રીન ટીમાં પ્રોટીન, આયર્ન, એનર્જી, મેગ્નેશિયમ, પોટેશિયમ, મેંગેનીઝ, સોડિયમ, નિયાસિન, કોપર, ઝિંક, એમિનો એસિડ વગેરે હોય છે.
ગ્રીન ટી પીવાથી સ્વાસ્થ્યને થતા લાભ
આ બાબતે એક સંશોધનમાં પ્રકાશિત થયેલા પ્રમાણે ગ્રીન ટીના સેવનથી હૃદય બરોબર કામ કરતુ રહે છે. આ ચા કાર્ડિયોવેસ્ક્યુલર હેલ્થને સુરક્ષિત કરે છે. જો તમે દરરોજ ગ્રીન ટી પીઓ છો તો કાર્ડિયોવેસ્ક્યુલર રોગોથી બચી શકાય છે, તેમજ આ સાથે જ હાર્ટ એટેક, સ્ટ્રોક આવવાનું જોખમ પણ ઘટી જાય છે.
તો કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝથી થતા મૃત્યુનું જોખમ 41 ટકા સુધી ઘટી શકે છે
એક અભ્યાસમાં એ પણ સામે આવ્યું છે કે ગ્રીન ટી પીવાથી ટોટલ કોલેસ્ટ્રોલ અને એલડીએલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટી જાય છે. જો તમે દરરોજ ત્રણથી પાંચ કપ ગ્રીન ટીનું સેવન કરો અને હેલ્ધી ડાયટ લેતા હોવ તો કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝથી થતા મૃત્યુનું જોખમ 41 ટકા સુધી ઘટી શકે છે. અને જો તમે તણાવમાં હોવ તો તમે ગ્રીન ટીનું સેવન કરી શકાય છે તેનાથી તણાવ ઓછો થશે. આમ ખરેખર જોઈએ તો ગ્રીન ટીમાં કેફીન હોય છે તેનાથી તે મૂડને સારો બનાવે છે. અને એનર્જી લેવલ, યાદશક્તિ વગેરેને વધારવામાં પણ મદદ કરે છે.