આ આદતોમાં કરશો ફેરફાર તો લોકો વચ્ચે સુંદરતા બનશે આકર્ષણનું કેન્દ્ર
અમદાવાદ, 17 ડિસેમ્બર 2018, સોમવાર
સુંદર અને આકર્ષક દેખાવા માટે વધારે પડતી મહેનત કરવી પડે છે. દિવસમાં એક બે કલાકોનો સમય ત્વચાની સુંદરતા વધારવા માટે ફાળવવો પડે છે. આ માત્ર માન્યતા છે, જી હાં સુંદરતા જાળવી રાખવા અને ઉંમરની સાથે તેમાં વધારો થાય તે માટે મહેનત કરવી પડે તેવું જરાય જરૂરી નથી. જરૂર હોય છે માત્ર કેટલીક આદતો બદલવાની. રોજબરોજના કામમાંથી થોડો સમય કાઢી અને જો કેટલીક આદતોને સ્વીકારમાં આવે તો તમારી સુંદરતામાં ચાર ચાંદ લાગી જશે.
હોઠ
જ્યારે તમે કોઈ સાથે વાત કરો છો ત્યારે સામેવાળી વ્યક્તિની સૌથી પહેલા નજર હોઠ પર પડે છે. હોઠ એટલા સુંદર હોય કે વાત કરનારની નજર તેના પરથી હટે જ નહીં. આવા હોઠ તમારા પણ હોય શકે છે. તેના માટે ચહેરાને મેચ થતી હોય તેવા રંગની લિપસ્ટિકનો ઉપયોગ કરવો. ત્વચાનો રંગ શ્યામ હોય કે પછી હોઠ નાના હોય તો લાલ રંગની લિપસ્ટિક પસંદ કરવી. લાલ રંગ આત્મવિશ્વાસ દર્શાવે છે. ત્વચા ગોરી હોય અને હોઠ મોટા હોય તો લાલ રંગનો ઉપયોગ ન કરવો. આવી ત્વચા હોય તો ન્યૂડ રંગોનો ઉપયોગ કરવો.
નખનું ધ્યાન રાખવું
ત્વચાનું ધ્યાન રાખો તેટલું જ જરૂરી છે કે તમે નખનું ધ્યાન પણ રાખો. પાર્લરમાં જઈને મેનિક્યોર કરાવવાનો સમય ન મળે તો ઘરે નખ શેપમાં કરી અને તેને સાફ કરી લેવા. લાંબા નખ રાખવાનો શોખ હોય તો નેલ પેન્ટ પણ કરી લેવી.
વાળની સ્ટાઈલ
ચહેરાના આકાર અનુસાર હેર કટ કરાવવી. વાળને ટ્રિમિંગ નિયમિત રીતે કરાવવા. વાળ ધોવાનું પણ નિયમિત રાખવું જોઈએ. વ્યસ્તતા હોય તો પણ વાળમાં તેલ નાખી અને તેને સાફ કરવા જોઈએ. જો યોગ્ય સંભાળ વાળની ન રાખો તો વાળ રુક્ષ થઈ શકે છે.
ચહેરાની ચમક
નિયમિત રીતે ફેશિયલ કરાવવાનો સમય ન મળે તો ઘરે પણ ચહેરાની સંભાળ રાખવી જોઈએ. નિયમિત રીતે મોઈશ્ચુરાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી ત્વચા કોમળ રહેશે. ચહેરા પર ડાઘ હોય તો સીસી ક્રીમ લગાવવી જોઈએ.
પરફ્યૂમ
મનમોહક પરફ્યૂમની સુગંધ કોઈપણ વ્યક્તિના મનમાં ઘર કરી જાય છે. પરંતુ સુગંધ એવી હોવી જોઈએ કે તમારા વ્યક્તિત્વને સૂટ કરે. સારી બ્રાંડના પરફ્યૂમની પસંદગી કરવી. પરફ્યૂમ હાર્ડ સુગંધવાળું ન હોવું જોઈએ. ફૂલની સુગંધવાળા પરફ્યૂમ તમને તાજગીથી તરબતર રાખશે.
પાણી છે ગુણકારી
પાણી માત્ર તરસ છીપાવે તેવું નથી પાણી સૌથી મોટું બ્યૂટી સીક્રેટ પણ છે. દિવસભરમાં ઓછામાં ઓછું આઠ દસ ગ્લાસ પાણી પીવું જોઈએ. યોગ્ય પ્રમાણમાં પાણી પીવાથી ત્વચા અને વાળ ચમકતા રહે છે.
આઈ મેકઅપ
રોજ રોજ આઈ મેકઅપ કરી શકાય નહીં પરંતુ આંખમાં કાજલ, લાઈનર અને મસ્કારા લગાવવાની આદત પાડવી. રોજ રાત્રે આઈ મેકઅપ સાફ કરીને સુવું જોઈએ. તેના માટે નાળિયેરના તેલને રૂમાં લગાવી આંખની આસપાસ મસાજ કરી સાફ કરી લેવું.